આંદોલન બન્યું ઉગ્ર:મહુવામાં આંગણવાડી બહેનો જોડાઈ આંદોલનમાં; CDPOને પાઠવ્યું આવેદનપત્ર

મહુવા (ભાવનગર)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યની અંદર છેલ્લા સાત દિવસથી રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર ચાલતા આંદોલનને લઈને આંગણવાડીની તમામ બહેનો તેમજ વર્કરોની પડતર માંગણીઓને લઈને દિન પ્રતિદિન આંદોલન ઉગ્ર બની રહ્યું છે. સાત દિવસમાં કોઈપણ જાતનું નક્કર નિરાકરણ નથી આવ્યું. જેને લઈને મહિલાઓ પણ આંદોલનમાં જોડાઈ છે. ત્યારે મહુવા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારના આંગણવાડી વર્કર દ્વારા પોતાની કચેરીએ ભેગા થઈ અને ફરજ પરના અધિકારી CDPOને પોતાની માંગણી સંતોષવા ઉગ્ર રજૂઆત કરી.

અન્ય સમાચારો પણ છે...