કોંગ્રેસનું બંધનું એલાન:કોંગ્રેસના બંધના એલાનને લઈને મહુવા કોંગ્રેસ દ્વારા મહુવા શહેર બંધ કરાવવા અપીલ કરવામાં આવી; વેપારીઓેએ ક્ષણિક બંધનું કર્યું સમર્થન

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધ સફળ બનાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે. અને સરકારની સામે અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે મહુવામાં પણ ગાંધીબાગ પાસે કોંગ્રેસ કાર્યકરો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો એકઠા થયા હતા. અને એક રેલીના રૂપાંતરમાં શહેરના જાહેર માર્ગો ઉપર બંધ કરાવવા માટે નીકળ્યા હતા. જેમાં મોંઘવારીના મુદ્દાને લઈને કોંગ્રેસ આજે સમગ્ર રાજ્ય બંધ કરાવી રહી છે. તેમાંથી મહુવાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ બે કલાક પૂરતા પોતાના રોજગાર ધંધા બંધ રાખે તેવી કોંગ્રેસ કાર્યકર્તાઓ વેપારીઓ પાસે અપીલ કરતા હતા. અપીલને ધ્યાનમાં રાખી અને મહુવાના વેપારીઓએ પોતપોતાના વેપાર ધંધા ક્ષણિક બંધ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...