શાકભાજીના ભાવ બમણા:મહુવામાં વરસાદ બાદ શાકભાજીમાં અસહ્ય ભાવ વધારો ઝીંકાયો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મહુવા (ભાવનગર)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસા દરમિયાનમાં વવાતા વિવિધ પ્રકારના શાકભાજીઓ જે અત્યારે મહુવાની બજારોમાં આવી રહ્યા છે. પરંતુ શાકભાજીના ભાવોમાં ભડકા સાથે મધ્યમવર્ગની ગૃહિણીઓનું દૈનિક બજેટ ખોરવાઈ જવા પામ્યું છે. આશ્ચર્યજનક રીતે શાકભાજીના ભાવો આસમાને આંબી જતા લોકોની સ્થિતિ જાયે તો જાયે કહાં જેવી થઈ જવા પામી છે.

નવા અને તાજા અને લીલાછમ શાકભાજીનું વેચાણ શાક માર્કેટમાં ચાલી રહ્યું છે. પરંતુ મોંઘવારીમાં આમ પ્રજા પીલાઈ રહી છે, એની વચે રોજબરોજ વધતો જતો મોંઘવારીનો ભાર પણ સહન કરવાની આદત ધરાવતી પ્રજા શાકભાજીનો ભાવ પણ સહન કરી રહી છે. રોજ સવારથી વધતો મોંઘવારીનો દર ઓછો થવાની બદલે વધી રહ્યો છે. ત્યારે મહુવામાં આવતા શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. એક મહિનામાં શાકભાજીના ભાવમાં ડબલ વધારો થયો છે. ભાવ વધારા સાથે પણ યોગ્ય શાકભાજી મળી રહ્યા નથી.

શાકભાજીના જુના ભાવ ભાવ
રીંગણા 30 રૂપિયા કિલો
ભીડી 40 રૂપિયા કિલો
દૂધી. 25 રૂપિયા કિલો
તુરીયા 50 રૂપિયા કિલો

શાકભાજીના નવા ભાવ
રિંગલા 60 રૂપિયે કિલો
ભીડી. 80 રૂપિયે કિલો
​​​​​​​દૂધી 50. રૂપિયે કિલો
​​​​​​​તુરીયા 80 રૂપિયે કિલોના ભાવે હાલ માર્કેટમાં વહેચાય રહીયું છે.

અન્ય સમાચારો પણ છે...