તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમી ખાડા:મહુવામાં ગેસ લાઇનના ખોદાણ બાદ રોડ પર ખાડાઓનું સામ્રાજય ફેલાયુ

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાઇપ લાઇન માટે પાંચ વોર્ડમાં ખોદાણ કરી ખાડાઓ જેમના તેમજ રખાયા
  • પાલિકાએ કોઇ દરકાર ન લેતા રોડ પર ખોદેલા ખાડા ચોમાસામાં જોખમી બન્યા

મહુવાના કેબીન ચોક,વાછરડાવીર થી વાસીતળાવ સુધીના ડોકટર સ્ટ્રીટ નામે ઓળખાતો સાંકડો રોડ બે છાંટા વરસાદ પડે ત્યાંજ પાણી ભરાય છે. આ રોડ ઉપર પેવર બ્લોક પાથરવામાં આવેલ પરંતુ પેવર બ્લોક હલકી ગુણવતાના હોય તુટી જવાના કારણે એક વખત પેવર બ્લોક બદલ્યા બાદ પણ હાલ આ રોડની સ્થીતી ખુબજ ખરાબ હતી. એવા સમયે ગેસ લાઇનના ખોદાણના કારણે આ સાંકડો રોડ ખાડાઓના કારણે વધુ સાંકડો બન્યો છે.

આ રોડ ઉપર ગેસ લાઇનના ખોદાણ બાદ સમગ્ર રોડ ઉપર હારબંધ મોટા મોટા ખાડા પડી ગયા છે. તે 15 દિવસ થવા છતાં ખાડા પુરવામાં નથી આવ્યા અને બ્લોક પણ ફીટ કરવામાં આવ્યા નથી. આ રોડના પ્રશ્ને નગર પાલીકાએ કોઇ દરકાર ન લેતા આ રોડ ઉબડખાબડ, લેવલ વગરનો અને 25 ટકા ઉભો રોડ બંધ હોય તેવી હાલતમાં આવી ગયો છે.

ડોકટર સ્ટ્રીટ રોડ ઉપર વરસાદના પાણી ભરાવાના કારણે તેમજ વારંવાર વહેતી ગટર ગંગાના કારણે આ રોડ ઉપર પસાર થતા રાહદારીઓના કપડા પણ બગડતા હોવાની ફરીયાદ ઉભી જ છે. હવે ગેસ લાઇનના ખોદાણના કારણે ખાડાઓનુ સામ્રાજય ઉભુ થયુ હોય લોકોના કપડા જ નહી હાડકા તુટે તેવી હાલતમાં રોડ આવી ગયો હોય લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

ગેસ કંપનીએ રોડ તોડવાના નાણા નગરપાલિકાને ભર્યા હોય રોડ રીપેર કરવાની જવાબદારી નગરપાલિકાની થતી હોય વહેલી તકે વાસીતળાવથી વાછડાવીર અને વાછડાવીર થી નવાઝાંપાનો હાર્દ સમાન રોડ નગરપાલિકા દ્વારા યુધ્ધના ધોરણે યાતાયાત માટે યોગ્ય બનાવવામાં આવે તેવી માંગ ઉભી થાવ પામી છે.

5 કિ.મી.લાઇનમાં 50 ખાડા પુરવાના બાકી
ગેસ પાઇપલાઇનનું ખોદાણ નુતનનગર વોર્ડ, પરશીવલપરા વોર્ડ, નવાઝાંપા વોર્ડ, રામપાસરા વોર્ડ, નહેરૂ વસહાત વોર્ડમાં પૂર્ણ થવામાં છે. વોર્ડમાં રસ્તાઓ, ગલી ખાંચામાં ખોદાણ કામ પુર્ણ થયેલ છે. હવેલી વોર્ડ, કુંભારવાડા વોર્ડ, ગાયત્રી નગર વિસ્તારમાં ખોદાણની કામગીરીનો પ્રારંભ થયો નથી.ડોકટર સ્ટ્રીટના અડધા કી.મી. રોડ ઉપર બે-ત્રણ ફુટે 2*4 ફુટના એક થી 1.5 ફુટ ઉંડા ખાડા 15 દિવસથી જેમના તેમ હોય અને ચોમાસાની સિઝન હોય રાહદારીઓ અને ખાસ કરીને વૃદ્ધો આ મુખ્ય રસ્તા ઉપર નિકળતા લોકો ઇજાગ્રસ્ત થયા, અનેક વાહનો ફસાયા, જેથી તાકીદે આ પચ્ચાસ ખાડા પુરવાની જરૂર છે.મહુવામાં ગેસ લાઇન પાથરવા માટે અત્યાર સુધીમાં 5 કી.મી. જેટલુ ખોદાણ કરી પાઇપ લાઇન પાથરવામાં આવી ગઇ છે. હજુ આ કામગીરી લાંબો સમય ચાલે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...