મેઘાની ધમાકેદાર એન્ટ્રી:લાંબા વિરામ બાદ મહુવામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, લોકોને ગરમી-બફારાથી મળી આંશિક રાહત

મહુવા (ભાવનગર)7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરતીપુત્રો ખુશખુશાલ, વરસાદને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા

હવામાન વિભાગની આગાહીને અનુસાર રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી હવે અને ભારે વરસાદ થવાની આગાહી આપેલી હતી. જેને લઈને મહુવામાં આજે બપોર પછી એક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણને લઈને વરસાદી માહોલ બંધાણો તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે અને વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો.

વરસાદને પગલે લોકોને રાહત
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીના કારણે બફારો હોવાથી સારો એવો વરસાદને પગલે લોકોને રાહત મળી હતી. જો કે ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા, સારા વરસાદને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. વરસાદને પગલે શહેરના રોડ રસ્તા વરસાદી પાણીથી ભીના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...