ધરપકડ:મહુવા બાયપાસ પાસે થયેલી લુંટના આરોપીઓ ઝડપાયા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચવા જઈ રહેલા ખેડુતને મારમારી લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી

મહુવા માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચવા જઈ રહેલા કળસાર ગામના ખેડુતને બે અજાણ્યા શખ્સોએ રસ્તા વચ્ચે અટકાવી મુંઢમાર મારી તેની પૈસા રહેલા પૈસાની લૂંટ ચલાવી હતી જે અંગેની ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે આ બંન્ને લૂંટારૂઓને દબોચી લીધાં હતા.

મહુવા તાલુકાના કળસાર ગામે રહેતા અશોક ભાઇ ટીણાભાઇ બારૈયા ગઇ તા.28/10ના રાત્રીના 12.30 કલાકે મોટર સાયકલ લઇ પોતાના મગફળી ભરેલ ટ્રેકટર પાછળ મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે વેચવા જઇ રહ્યા હતા ત્યારે મહુવા બાયપાસ હાઇ-વે પર આવેલી રજવાડી હોટેલ પાસે આવતા બે અજાણ્યા શખ્સોએ તેમને રસ્તામાં ઉભો રાખી મુંઢમાર મારી, ઇજા પહોચાડી બંન્ને શખ્સોએ બળજબરી પુર્વક રૂ.5 હજાર કાઢી લુંટ ચલાવ્યાની ફરીયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના આધારે લોકલ ક્રાઈમબ્રાંચ દ્વારા લુંટનો ગુન્હો ડીટેકટ કરવા મહુવા સીટી વિસ્તારમાં હતા ત્યારે બાતમીના વર્ણન મુજબની મોટરસાયકલ પસાર થતા રોકી નામ પુછતા ચેતનભાઇ ઉર્ફે બોખો નરશીભાઇ જોળીયા અને રાહુલભાઇ જેન્તીભાઇ જોળીયા (બન્ને રહે. નેસવડ) હોવાનુ જણાવેલ અને તેની પુછપરછ કરતા તેઓએ લુંટનો ગુન્હો કબુલતા લુંટમાં ઉપયોગ થયેલી મો.સા. કિ.રૂ.25 હજાર તથા રોકડ રૂ.5 હજાર તથા અન્ય એક જગ્યાએ થી ચોરી કરેલ રેડ-મી કંપનીનો મોબાઇલ કિ.રૂ. 5 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો પ્રમાણે આ બંન્નેએ આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે આ લૂંટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...