તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:કુંભણ ગામે હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદ ફટકારી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહુવાના કુંભણ ગામે ગત તા.14/1/2018ના રોજ થયેલી હત્યાના બનાવ સંદર્ભે મહુવા પોલીસ મથકમાં અરજણભાઇ મોહનભાઇ સોલંકીએ ફરીયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી તેની વાડીએથી નાના ટ્રેકટરમાં ઢોરનું ચારોલું ભરી ગામની શાળાની પાસે આવેલ ગાયને ગોંદરે નાખવા આવેલા ત્યારે નજીકમાં મોટર સાયકલ પડવાનો અવાજ આવતા તેઓ તે બાજુ ગયા તો જોયું કે, અમારા ગામનો વિશાલ ઉકાભાઇ એક માણસને કે જેનો એક હાથ પકડી બીજા હાથે વિશાલે વાકો વળી તેની પાસેની છરીનો આડેધડ ઉલણી ઉલણીને મારતો હતો.

જેથી હું કામ છોડીને ત્યા જતા મે જોયેલ કે વિશાલ ઉકાભાઇ જેને છરીના ઘા મારતો હતો તે જમીન ઉપર પડેલો માણસ મારા કુટુંબના ભાઇ પરશોત્તમભાઇ નો દિકરો રાજુ હતો. જે કેસ મહુવાના મહે. સાતમાં એડી. સેશન્સ જજ સાહેબશ્રી ફાલ્ગુનીબેન પરીખની કોર્ટમાં ચાલી જતા કોર્ટે 50 દસ્તાવેજી પુરાવા, 21 સાહેદોની જુબાની અને સરકારી વકીલ વિજય માંડલીયાની દલીલ ધ્યાને લઈ આરોપી વિશાલ ઉકાભાઇને 302 મુજબ આજીવન કેદ અને રૂ. 10 હજાર દંડ અને એક માસની સાદી કેદનીસજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...