વધુ બે નામ ખુલ્યા:મહુવાના ગાંધીબાગ ચોકમાં ફાયરિંગ કરનારા આરોપી ભાવનગર જિલ્લા જેલ હવાલે

મહુવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવાના ગાંધીબાગ ચોકમાં ફાયરિંગ કરનારા બંન્ને આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયા છે. બંન્ને આરોપીઓ પિસ્ટલ ક્યાંથી લાવ્યા તે મામલે તપાસમાં વધુ બે શખ્સોના નામ ખુલ્યા છે. મહુવાના ગાંધીચોકમાં ફાયરિંગ કરનારા રામ જયેશ ઉર્ફે જપન મકવાણા અને લાલજી ઉર્ફે લાલો માધુભાઈ મકવાણાના આજે રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે બંન્ને આરોપીને ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યાં છે.

આરોપીઓ પિસ્ટલ ક્યાંથી લાવ્યા તે અંગેની પુછપરછમાં વધુ બે શખ્સોના નામ ખુલવા પામ્યા છે. ફાયરિંગ પ્રકરણે ઝડપાયેલો લાલજી વિપુલ નામના શખ્સ થકી અર્જુન પાસેથી પિસ્ટલ લાવ્યો હતો. જોકે આ બંન્ને કોણ છે અને ક્યાં રહે છે તથા તે ગેરકાયદેસર હથિયાર લે-વેચમાં સંલિપ્ત છે તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

જ્યારે બીજી તરફ આરોપી રામના પિતા અને ભાઈ જયેશ ઉર્ફે જપ્પન મકવાણા તથા ચિરાગ ઉર્ફે મુન્નો મકવાણા પાસેથી પોલીસે બે પિસ્ટલ અને 139 કાર્ટિસ કબ્જે લઈ ગુન્હો નોંધ્યો હતો જે મામલે તેમની પણ પુછપરછ ચાલી રહી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...