ભાવનગર એલસીબીની સફળ કામગીરી:દાઠા વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો; મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછ પરછ હાથધરી

મહુવા (ભાવનગર)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર એલસીબીની ટીમ મહુવા તેમજ ગ્રામ્ય વિસ્તારોના ચેકિંગમાં હતી. એ દરમિયાન બાતમીના આધારે દાઠા પોલીસ સ્ટેશન તાબે ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડ્યો હતો.

જોકે છેલ્લા ઘણા સમયથી દારૂ ઉપર રાજ્ય સરકાર તેમજ મોનિટરિંગ સેલ સપાટો બોલાવી રહી છે. ત્યારે ભાવનગરની એલસીબીની ટીમ ચોક્કસ બાતમીના આધારે દાઠા પાસેના આવેલા રઘુભાઈ માનસંગભાઈ મકવાણાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની વાત મળી હતી. દારૂ તેમજ બિયર મળી કુલ રૂપિયા 57,000 કિંમતના મુદ્દામાલ સાથે આરોપીને જડપી પાડી પોલીસે વધુ પૂછ પરછ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...