એસટી બસનો અક્સ્માત:મહુવા નેશનલ હાઇવે નંબર 8 પર એસટી-ડમ્પર વચ્ચે અકસ્માત; ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઈજા

મહુવા (ભાવનગર)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા નેશનલ હાઇવે નંબર 8 કે જ્યાં મોડી રાત્રિના અકસ્માતની ઘટના બનવા પામી હતી. ઘટનાની વિગત એવા પ્રકારની છે કે, ભાવનગરથી મહુવા તરફ આવતી સરકારી એસટી બસ અને મહુવા તરફ આવતું ડમ્પરના પાછળના ભાગે એસટી બસ ઘુસી જતા ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થવા પામી છે. ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે મહુવાની હોસ્પિટલમાં લાવ્યા હતા. એસટી બસના ડ્રાઈવરે પોતાનું કાબુ ગુમાવી અને સમયસર બ્રેક ન લાગતા ડમ્પરના પાછળના ભાગે એસટી ઘૂસી ગઈ હતી. એસટીની અંદર આગળનો કાચ તૂટીને ડેમેજ થઈ ગયો હતો. જ્યારે અન્ય વધારે નુકસાની હોય એવું લાગી રહ્યું છે.

ફોરલેન નેશનલ હાઇવે બનતા જ વાહનો ચલાવતા ચાલકોને જાણે મજા આવતી હોય છે, પરંતુ વાહન જ્યારે સરકારી ચાલતું હોય તો તમામ પ્રકારની ક્ષતિ સાથે ચલાવવાનું હોય છે. પરંતુ ગઈકાલે મહુવા નજીક ભદ્રોડ ગામ પાસે એસટી બસ ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. સબનસીબે કોઈ મોટી ઘટના ન બની તે સારી વાત છે.

અન્ય સમાચારો પણ છે...