"સમારકામ નહિ થાય તો આંદોલન કરાશે":આપના કાર્યકરોએ મહુવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, જર્જરીત હાલતમાં જોઈ રીનોવેશનની માગ કરી

મહુવા (ભાવનગર)4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવા સિવિલ હોસ્પિટલની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ મુલાકાત લીધી
  • હોસ્પિટલનું રીનોવેશન નહીં કરાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી

આજે ગુરૂવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મહુવાની જનરલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. જેમાં જનરલ હોલ તેમજ મેટરનિટી વિભાગ, પીડીયાટીક વિભાગના તમામ બોર્ડમાં જાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાનમાં એકદમ જર્જરીત અને ખંડેર હાલતમાં હોસ્પિટલ જોઈ અમરેલી જિલ્લાના પ્રભારી તેમજ મહુવાના આગેવાનોએ હોસ્પિટલની હાલત તાત્કાલિક સુધારવા માટે આઠ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમજ જો આઠ દિવસની અંદર હોસ્પિટલનું રીનોવેશન નહીં કરવામાં આવે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

જલ્દીથી જલ્દી આ હોસ્પિટલનું સમારકામ કરાવવા માંગ
આ સિવાય હોસ્પિટલ પોતે ઓપરેશન માંગી રહી છે તેવો ઉલ્લેખ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મહુવા શહેરની પ્રજાને દવાખાનાની સારી સુવિધા મળવી જોઈએ એ બાબત પર કાર્યકરોએ વિશેષ ભાર મૂક્યો હતો અને જલ્દીથી જલ્દી આ હોસ્પિટલનું સમારકામ કરાવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...