AAPની રાત્રી સભા યોજાઈ:મહુવામાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે આમ આદમી પાર્ટીની બેઠક મળી

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે તમામ પક્ષીઓ નાના-મોટા કાર્યક્રમ કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી ચૂંટણીની તૈયારીમાં જોડાઈ ગયું છે. જેને લઈને મહુવામાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ચુંટણીને તૈયારીના ભાગ રૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મહુવા તાલુકાના ગામડે ગામડે જઈને ડોર ટુ ડોર કાર્યક્રમ કરી રહ્યા છે. આજરોજ મહુવા તાલુકાના ખીપરીયા ગામે આમ આદમીપાર્ટીના કાર્યક્રમ યોજાયો હતો અને રાત્રી દરમિયાન સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં ગામલોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...