વેશભૂષા હરીફાઈનું આયોજન:વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રાજ્યોના પહેરવેશ, નૃત્યો, સંતોની ઝલક આપતો કાર્યક્રમ યોજાયો; દુઘેરી શાળાની 10 દિવસની મહેનત ફળી

મહુવા (ભાવનગર)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની શ્રી દુઘેરી પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8 ના બાળકો દ્વારા વેશભૂષા હરીફાઈ યોજાઈ હતી. અલગ અલગ વેશ પરિવેશમાં કુલ 160 બાળકોએ તેમાં ભાગ લીધો હતો. ભારતની ઐતિહાસિક સંસ્કૃતિની ઝાંખી કરાવતી આ પ્રવૃત્તિ બાળકો માટે આનંદનો ઉત્સવ બની ગઈ હતી. પ્રવૃત્તિના સંચાલક સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા શ્રદ્ધા સોરઠીયાએ સતત 10 દિવસની મહેનત કરી સુંદર આયોજન કર્યું હતું. નિર્ણાયક તરીકે શાળાના પૂર્વ વિદ્યાર્થી અને હાલ વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા મનિષ જોળિયા હતા.

સમગ્ર કાર્યક્રમ સંદર્ભે શાળાના આચાર્ય મનિષ ખડદિયાએ દરેક પાત્રની ઐતિહાસિક ઝલક આપવા વિદ્યાર્થીઓને પ્રેર્યા હતા. શાળાના તમામ સ્ટાફ મિત્રો આ રૂડા કાર્યક્રમમાં હર્ષભેર જોડાયા હતા. બાળકો પોતાના ઐતિહાસિક વારસાને ઓળખે અને પાત્રમાં ભળીને એક આત્મીય સંબંધ કેળવે એવા ઉમદા હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ, ઉપસરપંચ અને સાથે બહોળી સંખ્યામાં ગામના યુવાનો, માતાઓ, બહેનો અને વાલીઓ ઉલ્લાસભેર જોડાયા હતા. દેશના મહાન સંતો, ક્રાંતિકારીઓ, વિવિધ રાજ્યોના પહેરવેશ, નૃત્યો વગેરે વિષયો પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...