8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે તાજેતરમાં કળસાર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મેડીકલ કેમ્પમાં હનુમંત હોસ્પિટલ તથા પીએચસી કળસાર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવેલ. કેમ્પમાં હનુમંત હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ, કાન-નાક-ગળા વિભાગ, કિડની પથરી વિભાગ, કેન્સર સર્જન તથા બહેનોની જનરલ તપાસ માટે ઓપીડી કેમ્પ કરવામાં આવેલ. કેમ્પમાં તપાસ તથા દવા વિનામૂલ્યે આપવામાં આવેલ. આયુષ્માન ભારત યોજના વિશે માહિતી પણ આપવામાં આવેલ.કેમ્પમાં 196 મહિલાઓનું ચેકઅપ કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમમાં સંગીતાબેન પટેલે મહિલા મંડળના કાર્યોની રૂપરેખા રજુ કરતા જણાવેલ કે સંગઠનની મહિલાઓને તેમના બાળકોને ભણાવવા માટે સ્કુલ ફી, આરોગ્યલક્ષી કે આર્થિક અન્ય કોઇ જરૂરીયાત હોય ત્યારે તેમણે કરેલ બચતમાંથી તાત્કાલિક નાણાની સગવડ થઇ જાય છે. બહેનોના મંડળની વિવિધ ઉત્પાદનના મુખ્ય ગ્રાહક સોનલબેન ખાખરાવાળા અમદાવાદ, અર્જુનસિંહ રાઠોડ, બ્રહ્માનંદધામ છાપરડાથી ખાસ ઉપસ્થિત રહી બહેનો જેટલુ પણ ઉત્પાદન કરશે તેમા પૂર્ણ સહયોગ આપશે અને બહેનો આત્મનિર્ભર બને તેવી શુભેચ્છા પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.