વિકાસને લાગેલુ ગ્રહણ:મહુવાના વિકાસને અવરોધતા પ્રશ્નોની ભરમાળ : જનતા ઝંખે છે કાયમી ઉકેલ

મહુવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર જિલ્લાનો મોટો તાલુકો અને ઔદ્યોગીક શહેરના વિકાસને લાગેલુ ગ્રહણ
  • વિકાસ માટે વર્ષોથી રાહમાં સમગ્ર પંથક

મહુવા શહેર અને તાલુકાના વિકાસના આડે અનેક પ્રશ્નોની વિટંબણાઓ ઉકેલવા વર્ષોથી પ્રજા કાગડોળે રાહ જોઇ રહી છે.મહુવાના અનેક પ્રશ્નો વર્ષોથી અણઉકેલ છે અને ચૂંટણી આવે ત્યારે ઉકેલવાના વાયદા આપવામાં આવે છે પણ ચૂંટણી પતે એટલે વચનો અભેરાઇએ ચડાવી દેવામાં આવે છે.મહુવા શહેર અને તાલુકાના વિકાસના આડે અનેક પ્રશ્નોની વિટંબણાઓ ઉકેલવા વર્ષોથી પ્રજા કાગડોળે રાહ જોઇ રહી છે. મહુવાના પ્રશ્નો હલ કરવા રાજકીય ઇચ્છા શકિત આડે આવતી હોય મહુવાના પ્રબુધ્ધ વરીષ્ઠ નાગરીકો, બુદ્ધિજીવીઓએ એકત્રિત થઇ બીન રાજકીય સંગઠન બનાવી રાજકારણને માલણને પેલે પાર મુકી મહુવાના વિકાસ માટે સંગઠીત પ્રયાસો કરવા જરૂરી છે.

ભાવનગર જીલ્લાનું મહુવા સૌથી મોટુ ઔદ્યોગીક શહેર છે.મહુવા સરકારી કામકાજ માટે ભાવનગર સાથે જોડાયેલું છે. મહુવાનો સંસદીય મત વિસ્તાર પહેલા ભાવનગર સાથે હતો હવે અમરેલી સાથે છે. મહુવા નગર પાલિકા સંચાલિત 200 બેડની જનરલ હોસ્પિટલ સરકારે સિવિલ હોસ્પિટલ બનાવવા દશ વર્ષ પહેલા પોતાના હસ્તક લીધી આ હોસ્પિટલને માત્ર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જીલ્લામાં સિવિલ હોસ્પિટલનો દરજ્જો ખાલી હોય મહુવાની આ વિશાળ ઇન્ફ્રાસ્ટકચર ધરાવતી 200 બેડની હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવાનુ વચન હજુ પૂર્ણ થયેલ નથી.

\મહુવાનો દરીયા કાંઠો કુદરતી ઉંડાઇ ધરાવતો કાંઠો છે. મહુવા બંદરનો વિકાસ કરવામાં આવે તો જળ માર્ગે મહુવા-મુંબઇ-સુરત વચ્ચેનું અંતર ખુબ જ ઓછુ થઇ જાય. મહુવાની રેલ્વે લાઇનનું વર્ષોથી ગેઇજ પરિવર્તન થયા બાદ સુરતની અઠવાડીયાના 5 દિવસ ટ્રેન મળેલ છે. તેમજ મહુવાને મહુવા-બાંદ્રા-મહુવા અઠવાડીયામાં બે વખત ટ્રેન આપવામાં આવી છે. મહુવા - બાંદ્રા, મહુવા - સુરત દૈનિક કરવાની અનેક વખત રજુઆતો કરવા છતા પ્રશ્ન હલ થયો નથી. મહુવા પોલીસ સ્ટેશનનુ સેટઅપ 1964નું જેમનુ તેમ છે. મહુવા પોલીસ સ્ટેશન સીટી રૂરલમાં વિભાજન કરવા અનેક વખત માંગણી, રજુઆત અને દરખાસ્ત કરવા છતા આ માંગને પૂર્ણ કરવા કોઇ દરકાર લેવામાં આવી નથી. મહુવાને જીલ્લાનો દરજ્જો આપવાની માંગ છેલ્લા 15 વર્ષથી કરવામાં આવી રહી છે જે પ્રશ્ન પણ જેમનો તેમ છે. મહુવા ટાઉન સબ ડિવિઝનનું ટાઉન -1, ટાઉન-2માં વિભાજન અનેકો રજુઆત છતા થતું નથી. પરિણામે ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે. મહુવા સીટી સર્વે ઓફિસમાં વર્ષોથી સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ વણ પુરાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...