ભાવનગર જિલ્લાની આસપાસ દેશી તેમજ વિદેશી દારૂનો વેપાર ખુલ્લેઆમ થતો હોય તેવી બાતમીના આધારે ભાવનગર એલસીબી સતત મેનેજ કરી રહી છે. ત્યારે એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરતા હોય છે અને ક્રાઈમને ઘટાડવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ક્રાઈમ ઘટવાનું કોઈ નામ નથી લેતું. જેને લઈને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ બાઝ નજર રખાતી હોય છે. પરંતુ ગુનેગારો પોતાના અલગ નુસખા બનાવી કાર્યને અંજામ આપે છે.
ભાવનગર એલસીબીએ ગઈકાલના રોજ મોટી માત્રામાં મહુવાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ પકડી પાડ્યો છે. ઇંગ્લિશ દારૂની કિંમત હજી સુધી નક્કી કરવામાં આવી નથી. અંદાજે 112 પેટી ઇંગ્લિશ દારૂની માત્રા પકડી પાડી હતી. જેની કિંમત અંદાજે રૂપિયા ચાર લાખ અને ટ્રેક્ટર કિંમત રૂપિયા પાંચ લાખ દર્શાવી છે. ઇંગ્લિશ દારૂના મુદ્દામાલને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. સમગ્ર મામલો મહુવા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. હાલ દારૂ અને આરોપી બંનેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.