બગદાણામાં દિવાળી પર્વની ઉજવણી:બજરંગદાસ બાપાના આશ્રમમાં વિશાળ રંગોળી દોરવામાં આવી; અંદાજે ચાર ફૂટની રંગોળી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ તો, દિવાળી ચાલી રહી છે અને માત્ર દિવાળીને બે દિવસથી જ વાર રહી છે. ત્યારે હિંદુ શાસ્ત્ર પ્રમાણે માણસો પોત પોતાના ઘરમાં પોતાના આંગણામાં, દુકાનમાં નવનવી ભાતની રંગોળીઓના ચિત્ર દોરતા હોય છે. આ રંગોળીને જોઈ આવનારા મહેમાન નક્કી કરતા હોય છે કે, અમે જ્યાં ગયા તેના વિચારો કેટલા સમૃદ્ધ હોય છે. વિચારોને સમૃદ્ધિ વચ્ચે રંગોળીના ચિત્ર દોરાતા હોય છે.

આવી જ રીતે આજે ધનતેરસને લઈને બગદાણા આશ્રમની અંદર વિશાળ રંગોળી દોરવામાં આવી છે. આ રંગોળીનું ચિત્ર જોઈને આવનારા ભાવિક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ રંગોળી દોરવાનું મુખ્યત્વે કારણ એ છે કે, આની અંદર રંગબેરંગી ચિરોડીના કલરનો ઉપયોગ થતો હોય છે અને અવનવી ડિઝાઇનમાં રંગોળીઓ દોરાતી હોય છે. બગદાણાની રંગોળી વર્ષોથી દિવાળીમાં દોરાતી આવી છે અને અહીં રંગોળી બે ફૂટથી લઈને સાત ફૂટ સુધીની રંગોળી પણ ઘણીવાર દોરાતી હોય છે. આજે પણ અંદાજે ચાર ફૂટની રંગોળી દોરી હોય એવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...