સ્કૂલમાં શિબિરનું આયોજન:મહુવા તાલુકાનું મોટા ખુટવડા ગામે કેન્દ્રીય વતી શાળામાં બાળકો દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું

મહુવા (ભાવનગર)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોટાં ખુટવડા કેન્દ્રવતી શાળામાં મહુવાની શેઠ એમ એન હાઈસ્કૂલ દ્વારા વાર્ષિક શિબિરનું પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય, વિદ્યાર્થીઓ સમાજસેવા અને દેશસેવામાં જોડાઈ અને જાગૃતિ આવે તે હેતુથી રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ મહુવા કેળવણી મંડળ સંચાલિત શેઠ એમ.એન સ્કૂલ દ્વારા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા કેન્દ્રવતી શાળા ખાતે વાર્ષિક શિબિરનું પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વાર્ષિક શિબિર 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી યોજાશે. શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય લક્ષી તપાસ, બૌદ્ધિક, શારીરિક કસોટી, મનોરંજન, સ્પર્ધાઓ, વાર્તાલાપો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કરાયું છે. આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા ખુટવડાના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ ખુટવડાના સિદ્ધ ગણેશ આશ્રમની વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા આશ્રમમાં યોગ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...