ડૂબી જવાથી મોત:મહુવાના માલણ બંધારામાં 35 વર્ષનો યુવાન ડૂબ્યો ; તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો; ફરજ પરના ડૉ. મૃત જાહેર કર્યો

મહુવા (ભાવનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વરસાદની સિઝન પૂરી થતાં રાજ્યના નદી, નાળા અને ડેમ છલો છલ છલકાઈ ચૂક્યા છે. ત્યારે હાલ નદીઓ અને ડેમ બે કાંઠે વહેતા થયા છે. જેને લઈને આજુબાજુમાં રહેતા વિસ્તારના લોકોએ પાણીની અંદર જવું જોઈએ નહીં. જ્યારે મહુવાની પાસે આવેલા બે બંધારા બનાવવામાં આવ્યા છે. જેમાં એક માલણ બંધારો બનાવવામાં આવ્યું છે.

ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા
આ માલણ બંધારાનું દરિયાના કિનારા ઉપર મીઠા પાણીને દરિયામાં જવા માટે અટકાવવામાં આવે તેને બંધારા યોજના કહેવામાં આવે છે. તેને લઈને આજે કતપર ગામના એક યુવાન માલણ બંધારામાં નાહવા પડતા ડૂબી જવાથી મૃત્યુ પામ્યું છે. તેની જાણ બાજુના કતપર ગામમાં થતા ગામ લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા અને મૃતદેહને ગોતવાની જહેમત ઉઠાવી હતી. પરંતુ ઘણી મોટી સંખ્યામાં મૃતદેદ મળી આવતા હોસ્પિટલમાં લવાયા હતા. ત્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. ત્યારે પીએમ માટે નવા હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...