સમસ્યા:મહુવામાં 9 વોર્ડ ,1 લાખથી વધુ વસતિ સામે 2 જ આરોગ્ય કેન્દ્ર, વસતિ, વિસ્તાર વધ્યા પણ આરોગ્ય સુવિધાના નામે મીંડુ

મહુવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને ઘર આંગણે જ આરોગ્યની સુવિધા મળે તે માટે વિવિધ સાત વિસ્તારોમાં સુવિધા વધારવાની જરૂર

મહુવા નગરપાલિકાએ નગરજનોની આરોગ્ય સુવિદ્યા માટે અને વિકાસના કામો કરવા માટે સરકારમાં મહુવા શહેરમાં વોર્ડ વાઇઝ અર્બન હેલ્થ સેન્ટરમાં દરખાસ્ત કરવી જોઇએ તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.એક લાખ ઉપરાંતની વસતિના પ્રમાણમાં લોકોને સરકારી આરોગ્યલક્ષી સુવિધામાં વધારો કરવો જરૂરી છે કારણ કે સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને ખાનગી દવાખાનાની ફી પરવડે નહીં.મહુવાનો 10 ચો.કી. વિસ્તાર છે, 1 લાખ ઉપરની વસ્તી છે, મહુવા ભાવનગર જીલ્લાનું ભાવનગર પછીનું જીલ્લા કક્ષાનું મોટું શહેર હોવા છતા મહુવામાં માત્ર બે અર્બન હેલ્થ સેન્ટર છે.

એક નવા ઝાંપે અને બીજુ શ્રીજી નગરમાં પુર્વ-પશ્ચિમના છેવાડે આવેલ છે. મહુવા શહેરના નવ વોર્ડ છે. દરેક વોર્ડમાં પછાત વિસ્તાર આવેલો છે. પછાત વિસ્તારના લોકોને રીક્ષા ભાડાના ખર્ચ વિના તેના રહેણાંકની નજીક આરોગ્ય સુવિદ્યા પ્રાપ્ત થાય તે માટે શહેરીજનોને ઘરઆંગણે આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી શહેરનાં વિવિધ વિસ્તારમાં નવા 7 અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવા રાજય સરકારના શહેરી વિકાસ મંત્રાલયને અરજ કરવી જરૂરી છે. અને આવા હેલ્થ સેન્ટર માટે જરૂરી જગ્યા રીઝર્વ કરવી જોઇએ.

મહુવા નગરપાલિકા ભુતકાળમાં પોતે હોસ્પિટલ ચલાવતી હતી ત્યારથી અત્યાર સુધી અર્બન હેલ્થ સેન્ટર બાબતે કોઇ આયોજન હાથ ધરવામાં આવ્યુ ન હતુ. વર્ષો પહેલા નગરપાલિકાએ સરકારને સિવિલ હોસ્પિટલ બનાવવા પોતાની જનરલ હોસ્પીટલ સરકારને સોંપેલ જે હોસ્પિટલ સબ ડીસ્ટ્રીક્ટ બનાવી મહુવાની જનતા સાથે અન્યાય કરવામાં આવ્યો હતો.હજુ પણ આ હોસ્પિટલ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ બની નથી અને આ હોસ્પિટલમાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ બે-બે કલાક શહેરના નિષ્ણાત તબીબો સેવા આપે છે તે સિવાય એમ.ડી. સહિત નિષ્ણાત તબીબોની નિમણુંક આ હોસ્પિટલમાં થઇ નથી.

શહેરના દરેક અને મધ્યમ વર્ગના તથા પછાત વર્ગના લોકોને ઘર આંગણે તબીબી સેવા અને સારવાર મળે તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર ખોલવા નગરપાલિકાની જગ્યા, સાર્વજનિક પ્લોટ, શાળાના મેદાનમાં તેમજ અનેક વિસ્તારમાં નગરપાલીકાની માલીકીના પડતર બિલ્ડીંગોની જગ્યા માર્કીંગ કરી ફાળવી રાજય સરકારમાં દરખાસ્ત કરવામાં આવે તો મહુવાને નવા અર્બન સેન્ટર ફાળવવા સરકારમાં પરિણાત્મક રજુઆત કરવાની માંગ શહેરના પછાત વીસ્તારના લોકોમાં ઉભી થવા પામી છે.

આ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાની જરૂર
મહુવાના ખારઝાંપા, નવાઝાંપા, જનતાપ્લોટ, ભારતનગર, ઇન્દીરાનગર, કુબેરબાગ અને ભાદ્રોડ ઝાંપાના પછાત વિસ્તારમાં 7 જગ્યાએ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવાનું આયોજન વહેલી તકેહાથ ધરવુ જોઇએ જેથી આ વિસ્તારના નાગરિકોને પોતાના વિસ્તારમાં જ આરોગ્યલક્ષી સુવિધા મળી રહે અને દુર લાંબા થવુ ન પડે.

અન્ય સમાચારો પણ છે...