મૃતકોને સહાય:અંબાજી જતા અકસ્માતમાં મૃત્યુ પામેલા યાત્રાળુંઓની વ્હારે મોરારીબાપુ, પરિવારજનોને 30 હજારની સહાય

મહુવા (ભાવનગર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાદરવી પૂનમના મેળામાં પ્રતિવર્ષ સેંકડો લોકો માઁ અંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માઁના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના માલપુર નજીક રસ્તે જતા દાહોદ અને પંચમહાલ જિલ્લાના પદયાત્રીઓને એક ઇનોવા ગાડીએ હડફેટે લીધા, જેમાં છ પદયાત્રીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘટનામાં અન્ય યાત્રીઓ ઘાયલ પણ થયા છે.

આ ઘટનામાં જીવ ગુમાવનાર છ પદયાત્રીઓને પૂજ્ય મોરારીબાપુ તરફથી શ્રીહનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજારની સહાય મોકલવામાં આવી રહી છે. કુલ 30 હજાર રૂપિયાની આ રકમ અમદાવાદ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનારાઓના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે અને મૃતકના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...