ફરિયાદ:ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતા રીક્ષાચાલકને 3 શખ્સે ધોકા ફટકાર્યા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાના નેસવડ ચોકડી નજીક બનેલો બનાવ
  • યુવાનને મારમારી ત્રણ શખ્સ ફરાર : ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

મહુવા તાલુકાના નેસવડ ચોકડી નજીક એક રીક્ષા ચાલકને આંતરી ત્રણ શખ્સોએ લોકડી -ધોકા- પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ મહુવા પોલીસમાં નોંધાઇ હતી. મહુવા તાલુકાના નેસવડ ગામે રહેતો અને રીક્ષા ચલાવી પેટીયું રળતા ટુ વ્હિલના હપ્તા ભરવા માટે રૂા. 33600ની રોકડ ભાવેશ પુનાભાઇ બારૈયા ને આપેલ જેની ઉઘરાણી કરતા ભાવેશને લાગી આવતા જેની દાઝ રાખી ભાવેશ પુનાભાઇ બારૈયા (રહે. નેસવડ, મહુવા)એ બીજા બે અજાણ્યા શખઅસો એક સંપ કરીને નેસવડ ચોકડી નજીક પુલ પાસે સામેથી નિકુલ હરીભાઇ મકવાણા રીક્ષા લઇને આવી રહેલ જેને આંતરી ત્રણ શખ્સે એક સંપ કરી તે પૈસા કેમ માંગ્યા તેમ કહી લોખંડના પાઇપ તથા ધોકા - લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. ઇજા પામેલ યુવક તાત્કાલિક મહુવાની સરકારી હોસ્પિટલ પહોંચી ભાવેશ તથા અજાણ્યા બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવી મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...