પતંગ ચગાવવાનો મહોત્સવ હોય ત્યારે ઠેર-ઠેર શેરીઓમાં પતંગ ચગતી હોય છે. અને પતંગ ચગતી જોઈ અમુક બાળકો પતંગો પાછળ દોડતા હોય છે. જેઓને પતંગ ચગાવવા કરતાં, પતંગ લૂંટવામાં વધારે આનંદ આવતો હોય છે. આવા બાળકો પતંગ પાછળ જ્યારે દોડતા હોય ત્યારે આજુબાજુની કોઈ સાઇડનો કે વસ્તુનો ખ્યાલ નથી રહેતો અને અકસ્માતો બનતા હોય છે. ત્યારે મકરસંક્રાંતિના દિવસે કુતરા કરડવાના 27 કેસો મહુવા શહેરની સરકારી હોસ્પિટલમાં જોવા મળ્યા છે.
27 જણાને કુતરા કરડવાનો બનાવ મહુવા હોસ્પિટલમાં કેસ બારીએ આવ્યો છે. જેને લઇને હોસ્પિટલ પર ફરજ બજાવતા અધિકારીએ ગઈ સાંજ સુધીમાં એવું કહેલું કે, 27 નાના મોટા બનાવ બન્યા છે. જ્યાં પતંગ લૂંટવા વાળાને શહેરમાં અલગ અલગ જગ્યાએથી કુતરા કરડવાના બનાવ બન્યા છે અને મહુવા સિવિલ હોસ્પિટલ દ્વારા રસી આપી અને સારવાર આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.