સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એક્સિડેન્ટ:મહુવામાં બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માતમાં 20 વર્ષની છોકરીનું મૃત્યુ, પાંચ લોકો ઘાયલ

મહુવા (ભાવનગર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવાથી વિકરાળ રોડ વચ્ચે આજે સવારે બાઈક અને બોલેરા પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક 20 વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું. આજે બપોરના સમયે મહુવાથી જતા રોડ ઉપર બોલેરો કાર ઝડપથી આવી રહી હતી. ત્યારે બાઈક સવાર વચ્ચે આડો પડતા ડ્રાઇવર પોતાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી ચૂક્યો હતો. તેના પરિણામે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની અંદર એક 20 વર્ષની ગઢડાની છોકરીનો મૃત્યુ થવા પામ્યો હતો. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ એકસીડન્ટની ઘટનાની જાણ થતાં આજુબાજુના વાડી વિસ્તારમાં કામ કરતા ખેત મજૂરો દ્વારા દોડી અને બહાર કાઢી અને હોસ્પિટલે રવાના કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...