તપાસ:લઘુશંકા કરવા ગયા ત્યાં 1.5 લાખ ભરેલી થેલી ગુમ થઇ

મહુવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવાની એલઆઈસી ઓફિસ પાસેનો બનાવ
  • ગ્રામિણ બેંકના સેવિંગ ખાતામાંથી પૈસા ઉપાડી રિક્ષામાં મુક્યા હતા, ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ

મહુવાની એલ.આઇ.સી. ઓફીસ પાસે રીક્ષામાંથી ગઇ કાલે બપોરના 2 કલાક આસપાસ ગ્રામિણ બેંકના સેવિંગ્ઝ એકાઉન્ડમાંથી ઉપાડેલા રૂા.1.5 લાખ ભરેલી ગુમ થઇ ગયાનો બનાવ બન્યો છે. જે અંગે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

જાણવા મળતી માહિતી મુજબ મહુવામાં ગ્રામીણ બેંકના સેવિંગ એકાઉન્ટમાંથી ડુંડાસ ગામના ભરતભાઇ બારૈયા નામના વ્યક્તિએ રૂા.1.5 લાખ ઉપાડી થેલીમાં મુક્યા હતા અને બાદમાં એલઆઈસી ઓફિસ પાસે તેમણે વિક્રમભાઇની રીક્ષામાં આ પૈસા ભરેલી થેલી મુકી પોતે લઘુશંકાએ ગયા હતા અને બાદમાં પરત ફરતા રૂપીયા ભરેલી થેલી રીક્ષામાંથી ક્યાંક ગુમ થઇ ગઈ હતી.

શોધખોળ છતાં આ થેલી નહી મળતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી આ મામલે તપાસ શરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...