સમુહ લગ્ન:સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવમાં 12 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા

મહુવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણિકા બહેનની બે દિકરીઓ પણ આ સમુહ લગ્નમાં જોડાઇ
  • ​​​​​​​ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પૂ.મોરારીબાપુની ઉપસ્થિતિમાં

ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પૂ.મોરારીબાપુની ઉપસ્થિતિમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આજે આયોજન કરવામાં આવેલ હતુ. આ સમુહ લગ્નમાં 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી નવજીવનની શરૂઆત કરી હતી. પૂ.મોરારીબાપુએ દરેક લગ્ન મંડપમાં જઇ નવદંપતિઓને આશિર્વચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે પૂ.બાપુએ સમુહ લગ્નમાં જોડાયેલ નવદંપતિઓને આશિર્વચન આપતા જણાવેલ કે ચિત્રકૂટધામ ખાતે શ્રી હનુમાનજી અને ત્રિભુવની કૃપાથી સમુહ લગ્ન યોજાય છે જે નવદંપતિઓ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરી રહ્યાં છે તેમને મારા આશિર્વાદ અને શુભેચ્છા પાઠવુ છું. સમાજની દિકરી કે જેને સમાજ સ્વિકારવા તૈયાર નથી એવી ગણિકા બહેનની બે દિકરીઓના લગ્ન આ સમુહ લગ્નમાં યોજાય રહ્યા છે તેની મને પ્રસન્નતા છે. પ્રભુદાસબાપા અને સાવિત્રી માતાના આશિર્વાદ અને પ્રસાદી રૂપે વર-કન્યાને ચિત્રકૂટધામ તલગાજરડા તરફથી રૂ.51 હજારની રાશિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...