તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના:મહુવામાં ફ્રી માં 115 ગેસ કનેકશનો અપાયા

મહુવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ એલ.પી.જી. ગેસ વિભાગ દ્વારા ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત મહુવા શહેર અને તાલુકામાં 115 ગેસ કનેકશનો વિનામુલ્યે આપવામાં આવ્યા છે અને આગામી તા.1/9 થી હજુ વધુ ગેસ કનેકશનો આ યોજના તળે આપવામાં આવશે.

સંઘ દ્વારા બિલડીમાં 50, કતપર, વાઘનગર અને મહુવામાં 65 ઉજ્જવલા ગેસ કનેકશન ઓગષ્ટ માસમાં આપવામાં આવ્યા છે અને સપ્ટેમ્બર માસમાં વધુ ગેસ કનેકશનો ઉજ્જવલા ગેસ કનેકશનો આપવાનુ આયોજન ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર ગરીબી રેખા નીચે રહેતા પરિવારોને ઘરેલુ રસોઈ ગેસનું (LPG) કનેક્શન આપે છે આ ઉજ્જવલા યોજના અંતર્ગત કુલ 8 કરોડ BPL પરિવારોને ફ્રીમાં LPG કનેકશન ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય છે.જે અન્વયે મહુવા સંઘ દ્વારા થયેલ કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...