કામગીરી બંધ:જેસરમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે અરજદારોને જોવી પડતી રાહ

જેસર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેટ કનેક્ટિવિટી - સર્વર ડાઉન છે જેવા જવાબો અપાય છે
  • સી.એચ.સી.માં કાર્ડની કામગીરી ત્રણ મહિનાથી બંધ કરી દેવાતા અરજદારો આયુષ્યમાન કાર્ડથી વંચિત

જેસરમાં સી. એચ. સી. કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાની કામગીરી ચાલે છે જેમાં છેલ્લા ત્રણ માસથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે.જિલ્લા પંચાયતમાંથી ખાનગી કોન્ટ્રાક્ટરોને આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી આપવામાં આવી હતી જેમાં જેસર તાલુકામાં ટોટલ 17 આઈડી ખોલી આપવામાં આવી છે

જેમાંથી જેસરમાં આવેલ કોન્ટ્રાક્ટર અઠવાડિયામાં ફક્ત એક જ દિવસે બુધવારે જ કાર્ડ કાઢવામાં આવે છે જેમાં કોન્ટ્રાક્ટર ઘરની ધોરાજી મુજબ કામ કરે છે તેમજ નેટ કનેક્ટિવિટી તથા સર્વરડાઉન છે જેવા જવાબોથી ગ્રામજનો તોબા પોકારી ગયા છે જેથી અઠવાડિયામાં એક જ દિવસ કામકાજથી ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને ઇમર્જન્સી કાર્ડની જરૂર હોય ત્યારે ખાનગી ઓપરેટરો પાસેના છૂટકે રૂપિયા આપીને આયુષ્યમાન કાર્ડ કઢાવવુ પડે છે.

જેસર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જિલ્લા પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી કે જેસર chc માં આવેલ કોન્ટ્રાક્ટરને કાયમી કરવામાં આવે જેથી જેસરના ગ્રામજનોને તેમજ આજુબાજુના ગ્રામજનોને આયુષ્યમાન કાર્ડ કાઢવામાં મુશ્કેલી ન પડે તેમ છતાં જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. જેસર ગામના ગ્રામજનોને વહેલીતકે કાયમી આયુષ્યમાન કાર્ડ કાઢી આપે તેવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે તેવી જેસર તથા આજુબાજુના ગ્રામજનોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...