તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જેસર ગ્રામ પંચાયતના કથળતા વહીવટથી ગ્રામજનોને મુશ્કેલીઓ

જેસર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સફાઇના અભાવે ગંદકીના થર,પાણી વિતરણમાં ધાંધીયા, સફાઇ કામદારો પગાર વિહોણા

વિશ્વ આરોગ્ય મહામારીમાં પંજામાં સપડાયેલું હોય ત્યારે જેસરમાં સફાઈના અભાવે ગંદકી અને ઉકરડા હોય જેસર નગરજનો આવી હાલાકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જેસરના વહીવટ કરતાની નીંદર ક્યારે ઊઘડશે તેવું ગ્રામજનો વિચારી રહ્યા છે. છેલ્લા સાત-આઠ મહિનાથી સફાઈ કામદારોનું તેમજ જેસર ગામ પંચાયતના કર્મચારીઓનો પગાર પણ કરવામાં આવ્યો નથી જેથી જેસરમાં છેલ્લા પાંચ દિવસથી કચરાના ઢગલા પડ્યા છે અત્યારે મોંઘવારી અને કોરોનાની મહામારીમાં આમ જનતાનું રોજિંદુ જીવન ડામાડોળ હોય ત્યારે આવા સફાઇ કામદારોને કેવી રીતે પગાર વિના જીવી શકે જેથી વહેલી તકે ગ્રામ પંચાયતના કર્મચારીઓ તેમજ સફાઈ કામદારોના પગાર વહેલી તકે કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના પ્રમુખની માંગણી છે.

જેસરના બસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું નથી જેથી દેપલા રોડ પર આવેલા અવેડામાં પાણી વગર મૂંગા પશુઓ તેમજ પંખીઓ ટળવળતા હોય વહેલીતકે અવેડા ભરવા ગ્રામજનોની માંગણી છે.દિવસે દિવસે જેસર ગ્રામ પંચાયતના કથળી ગયેલા વહીવટથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો