આંદોલનની ચિમકી:જેસર તાલુકાના દેપલા ગામે પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રાહીમામ

જેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કર દ્વારા પાણી આપવામાં નહીં આવે તો આંદોલન કરાશે
  • ટેસ્ટિંગ કરવામાં આવતા સોસ કુવાનું પાણી પીવા લાયક નહીં

જેસર તાલુકાના દેપલા ગામએ ફ્લોરાઇડ વાળી જમીન હોવાથી ત્યાંનું સોસ કુવાનું પાણી પીવા લાયક નથી જેનું વાસ્મો ભાવનગર દ્વારા પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તેના રિપોર્ટ મુજબ પાણી પીવાલાયક નથી. ગામમાં પીવાલાયક પાણીનો બીજો કોઈ ઉપાય ન હોવાથી ગામ લોકો હિજરત કરી લેવાની તૈયારી બતાવી રહ્યા છે.

આ અંગે તાત્કાલિક ધોરણે દેપલા ગામના સરપંચના પ્રતિનિધિ રામદેવસિંહ સરવૈયા દ્વારા કલેકટર તેમજ જેસર મામલતદાર અને ધારાસભ્ય પાલીતાણાને પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. નર્મદા તથા મહી કે પછી ટેન્કર દ્વારા દેપલા ગામને પાણી પૂરું પાડવામાં આવે જેથી કરીને ગામના લોકોને પાણીજન્ય રોગોથી બચી શકે.

વિશેષમાં રામદેવસિંહ સરવૈયા દ્વારા જણાવાયું કે આજથી અંદાજિત આઠ વર્ષ પહેલા સાવરકુંડલા થી જેસર સુધી લોખંડની પાઇપ નાખવામાં આવી હતી તે પાઇપ દ્વારા અંદાજિત 15 ગામોને નર્મદાનું પીવાનું પાણી પુરુ પાડવાનું આયોજન હતું પરંતુ આયોજનનું 15 ગામના લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નર્મદાનું પાણી ગામમાં આવશે પરંતુ આજદિન સુધી એક ટીપુ એ નર્મદાનું પાણી આપવામાં આવ્યું નથી આમ દેપલા ગામને પાણી પ્રશ્ને અન્યાય થઇ રહયો છે.

તાત્કાલિક ધોરણે ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવાની માંગ કરી છે જો આ અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો અમે ગામલોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરી જેસર ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચાલુ સરપંચ દ્વારા ચિમકી અપાઇ છે.

તાત્કાલિક ધોરણે ટેન્કર દ્વારા પાણી માટે વ્યવસ્થા કરાશે : ઓર્ડર અપાઈ ગયો છે
દેપલા ગામને અત્યારે તાત્કાલિક ધોરણે પીવા માટેનું પાણી ટેન્કર દ્વારા મોડામાં મોડુ બે થી ત્રણ દિવસ માં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમજ પીવા માટે પાણી પહોંચાડવાનો ટેન્કરને પણ ઓર્ડર આપીદેવામાં આવ્યો છે.> બી.એમ.વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી,જેસર

અન્ય સમાચારો પણ છે...