મંજુરી:જેસર - પાલિતાણા તાલુકાના ગામોને અલગ ગ્રામ પંચાયતનો દરજજો અપાયો

જેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ ગ્રામ પંચાયતની સુવિધાથી કામો ઝડપથી થશે

ઘણા લાંબા સમયની માંગણીને ધ્યાને લઇ જિલ્લાના પાલિતાણા,જેસર અને ઘોઘા આ ત્રણ તાલુકાના ગામોને ગ્રામ પંચાયતોનો અલગ દરજજો આપવામાં આવતા હવે લોકોના કામો ઝડપથી થશે અને ગામોમાં સુવિધા વધતા વિકાસ થશે.પાલીતાણા તાલુકાના ફાચરા-હાથસણી તેમજ જેસર તાલુકાના અયાવેજ નં 1 અને અયાવેજ નં.2 તેમજ જેસર તાલુકાના ચોક- મુંડકીધાર અને ઘોઘા તાલુકાના કુડા- મલેકવદર ગ્રામ પંચાયતો ગુજરાત સરકાર દ્વારા અલગ કરવાની મંજુરી આપવામાં આવેલ છે.

જેસર તાલુકાના આ બંને ગામને અલગ ગ્રામ પંચાયત મળી રહે તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા અને વારંવાર સરકારમા રજૂઆતોથી આ બંને ગ્રામ પંચાયતને અલગ ગ્રામ પંચાયતનો દરજજો આપવામાં આવ્યો હતો જેથી અયાવેજ 2 તથા મુરલીધરને અલગ ગ્રામપંચાયતનો દરજજો મળવાથી આ ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

હવે મુંડકિધારના ગ્રામજનોને મુંડકિધારથી ચોક સાત કિલોમીટરના ધક્કા ખાવાની જરૂર નહીં પડે હવે પંચાયતના દરેક કામ મુનકીધાર ગ્રામ પંચાયતમાં કરવામાં આવશે તેવી જ રીતે જેસર તાલુકાના અયાવેજ 2 ગામને પણ ગામ પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો છે.

અયાવેજ ગ્રામજનોને ત્રણ કિ.મી.ધકકા બંધ
જેસર તાલુકાના અયાવેજ.1 ગામને અલગ ગ્રામપંચાયતનો દરજજો મળવાથી ગ્રામજનોને નાના-મોટા કામો જેવા કે રહેઠાણ અંગેનો દાખલો, જાતિ અંગેનો દાખલો તેમજ ગ્રામજનોને મળતી સરકારી યોજનાઓમાં પોતાના ગામમાં જ લાભ મળી રહે છે તેવી જ રીતે સરકારી ગ્રાન્ટ પણ એક સમાન મળે ગ્રામજનોને નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ પોતાના ગામમાં થઈ શકે જેથી ગ્રામજનોને ત્રણ કિલોમીટરનું અંતર કાપીને સમયની બચત કરી કામનું નિરાકરણ થાય છે જેથી અયાવેજ.1 ના ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...