તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારણ:તાતણીયા ગામે બકરાનું મારણ કરી દીપડો નાસી ગયો

જેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર બકરા અને એક બકરીનું મારણ કર્યું
  • વાડી વિસ્તારમાં લાઈટો આવે અને આ વિસ્તારના દીપડાઓને પકડી પાંજરે પુરવાની લોકોની માંગ

જેસર તાલુકાના તાતણીયા ગામ ની બાલધીયા તરીકે ઓળખાતી વાડી વિસ્તાર ગઇકાલે એકસાથે ચાર બકરા, એક બકરી નું મારણ અને પાડા ને ઇજા કરીને દીપડો નાસી છૂટયો હતો. જેસર પંથકમાં અવારનવાર દીપડાઓ તેમજ સાવજો દ્વારા મારણના બનાવો ધોળા દિવસે બનતા હોય છે. આ પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ વાડી વિસ્તારમાં લગભગ ચારથી પાંચ દીપડાઓ ની ખૂબ જ રંજાડ છે જેથી ખેડૂતોને ખેતરે જતા બીવે છે.

વાડી વિસ્તારમાં રહેતા હનીફભાઇ ગાહાનાં પાડાને સાંજના સમયે દ્વારા ઇજાઓ કર્યા બાદ બાજુના ખેતરમાં રહેતા અશરફભાઈ ના બે બકરા, હારૂનભાઇ આમનભાઈની બકરી તથા સમીરભાઈ બાલધીયામાં બે બકરાનું ધોળા દિવસે મારણ કરી દીપડાએ મિજબાની માણી હતી. હાકલા-પડકારા કરતા મારણ મુકી ભાગી ગયા હતા. આ વિસ્તારમાં લાઈટ ના હજુ ઠેકાણા નથી ત્યારે જાનના જોખમે રાત્રે બેટરી ના સહારે ખેડૂતો પોતાની વાડીએ જાય છે અને પોતાની જાનને જોખમમાં મૂકી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે વહેલી તકે આ વાડી વિસ્તારમાં લાઇટ આપવામાં આવે તેમજ દીપડાઓને પાંજરે પુરી બીડ વિસ્તારમાં મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગણીઓ છે.

અન્ય સમાચારો પણ છે...