પરિવાર સાથે મિલન:જેસરમાં ગુમ થયેલા બાળકનુ પિતા સાથે મિલન કરાવાયુ

જેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેસર પોલીસની મદદથી ગણતરીના કલાકોમાં બાળકને શોધી કઢાયો

જેસર ગામે ગઇકાલે સાંજના સમયે ઘરેથી ગુમ થયેલા 3 વર્ષના બાળકને જેસર પોલીસની મદદથી શોધખોળ કરી તેમના પરિવાર સાથે મિલન કરાવાયું હતું.જેસર ગામે રહેતા અને પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા સુરેશભાઈ ગયા પ્રસાદભાઈ નીપાહ ગઈકાલે સાંજના તેમના પત્ની છોકરાઓને સ્કૂલે લેવા ગયેલા ત્યારે તેમનો નાનો દીકરો કોમલ ઉંમર વર્ષ 3 ઘરે એકલો હતો જેથી ઘરે કોઇને ન જોતા ઘરેથી નીકળી ગયેલ જેથી સુરેશભાઈના પત્ની ઘરે આવતા કોમલ ઘરે નથી તેમ સુરેશભાઈને ફોન કરી વાકેફ કર્યા હતા જેથી સુરેશભાઈએ આજુબાજુમાં તપાસ કરતા કોમલ ક્યાંય જોવા મળ્યો નહીં જેથી સુરેશભાઈએ જેસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તુરંત જ જેસર પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને ગણતરીની કલાકમાં જ આ ગુમ થયેલા બાળકને પા ગામ નજીક આવેલા પાતાભાઈ ભેડાના બ્લોકના કારખાના પાસે પહોંચી ગયેલ હોય જે તપાસ કરતા ત્યાંથી બાળક મળી આવ્યું હતું અને બાળકને તેમના પિતા સાથે ગણતરીની કલાકોમાં તેમના પિતા સાથે મેળવી તેમના બાળકને સોંપી દીધું હતું

અન્ય સમાચારો પણ છે...