રોગચાળાની ભિતી:તાલુકા કક્ષાના જેસરના સામુહિક આરોગ્ય કેન્દ્રને સારવારની જરૂર

જેસર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી ઉભરાતી ગટરથી રોગચાળાની ભિતી
  • હોસ્પિટલમાં ડોકટરો અપુરતા,સારવારના સાધનો નથી, ડોકટર કવાર્ટર જર્જરીત સહિતની સુવિધાનો અભાવ

જેસરને તાલુકાનો દરજ્જો મળ્યાને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં આરોગ્યની સુવિધાની દ્રષ્ટિએ હજી પણ પછાત રહેવા પામ્યો છે.જેસર ગામના સ્થાનિક લોકો તેમજ આજુબાજુના અંદાજે 40 જેટલા ગામના લોકો સારવાર લેવા આવે છે. અંદાજિત દોઢ લાખ જેટલી વસ્તી ધરાવતા જેસર તાલુકામાં અપૂરતી સુવિધાને લીધે સારવાર લેવા માટે જેસર થી 40 કિલોમીટર દૂર જવા મજબૂર બને છે જેસર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરો અપુરતા છે તેમજ લાંબા સમયથી ગટર ઉભરાવાના કારણે રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઇ છે.

હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરની જગ્યા ખાલી છે તેમજ તેની સારવારને લગતા જરૂરી સાધનોનો અભાવ છે. જેસર થી 40 કિલોમીટર દૂર મહુવા, પાલિતાણા કે ગારીયાધાર અન્ય જગ્યાએ જવાનું કહેવામાં આવે છે જેના કારણે આવા સંજોગોમાં માતા તેમજ જન્મનાર બાળકના જીવને જોખમ રહે છે

આથી જેસર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેકોલોજીસ્ટ ડોકટર તેમજ સારવારને લગતા જરૂરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવે તેવી જેસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માંગ કરાઇ છે. છેલ્લા દોઢ માસથી સામુહિક આરોગ્ય કેન્દ્ર જેસર ખાતે ગટર ઉભરાય હોય તેને રીપેરીંગ કરવામાં કે સારી કરાવવામાં જાણે કોઇને રસ જ નથી તેમ ગટરના પાણીને ઓળંગીને જવું પડે તેવી હાલત થઈ છે.

આરોગ્ય કેન્દ્રમાં આ બધી સુવિધાની જરૂર
મેડિકલ ઓફિસર, બાળકોના સ્પેશિયાલિસ્ટ, ઓથોપેટીક ડોક્ટર, સર્જન, ઓક્સિજન પ્લાંટ, ફિઝિયોથેરાપિસ્ટ, નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે, દવાખાને આવતા દર્દીઓના સગા સંબંધીઓ માટે રેનબસેરા, હોસ્પિટલમાં ડોક્ટર તેમજ સ્ટાફ કવાર્ટરનુ રિનોવેશન

અન્ય સમાચારો પણ છે...