જેસર તાલુકાના દેપલા ગામની વસ્તી અંદાજે 2200 જેટલી છે.દેપલા ગામનો મુખ્ય મુદ્દો ક્ષારવાળુ પાણી છે દેપલા ગામને પીવા લાયક પાણી મળતું નથી સરકારમાં અવારનવાર રજૂઆત કરવાથી થોડા દિવસ ટેન્કરો મોકલીને સંતોષ માન્યો હતો દેપલાને જોડતા રસ્તાઓનો અભાવ છે એક પણ ગામ સાથે દેપલાને જોડતો રસ્તો પાકો બનાવેલો નથી જેથી ગામને જોડતા રસ્તાઓ પેવર બનાવવામાં આવે તેવી દેપલા ગામના સરપંચની માંગણી છે તેમજ દેપલા ગામમાં ધોરણ આઠ સુધીની અભ્યાસની સુવિધા છે.
વધુ અભ્યાસ માટે પાલીતાણા ગારીયાધાર અથવા જેસર જવું પડે છે આ ત્રણે ગામમાં જવા માટે બે નદીઓ પસાર કરવી પડે છે ત્યારે એક ગામથી બીજા ગામે પહોંચી શકાય તેમ છે જેથી દેપલામાં ધોરણ 10 સુધીની વ્યવસ્થા કરવામાં આવે તો ગામની દીકરીઓ પૂરતું ભણતર મેળવી શકે તેમ છે નહીંતર ધોરણ આઠ સુધી અભ્યાસ કરી પછી ભણવાનું છોડી દે છે તેમજ ધોરણ 9 અને 10 માટે દાતાઓ દ્વારા જમીન પણ આપી દીધેલ છે ફક્ત સરકારની મંજૂરી રાહ છે.
ગામમાં એસટી બસ એક પણ આવતી નથી જેથી પ્રાઇવેટ વાહનોમાં ઊંચા ભાડા ખર્ચીને જવું પડે છે સરપંચ દ્વારા એસટી વિભાગમાં અવારનવાર રજૂઆત કરવા છતાં એકપણ પ્રકારની બસ ચાલુ કરવામાં આવી નથી તેમજ ગામમાં એકપણ સ્ટ્રીટ લાઈટ નથી. બાજુમાં આવેલી શેત્રુંજી નદીના કિનારે વન્ય પ્રાણીઓ જેવા કે સિંહ દીપડા રાત્રીના પાણી પીવા આવે છે જ્યાંથી તે ગામ તરફ પણ નીકળી પડે છે જેથી ખેડૂતોને તેમજ ગ્રામજનોને ડર રહે છે અને માલ ઢોરના મારણ કરી દિપડાઓ તેમજ સાવજો ચાલ્યા જાય છે જેથી સરકાર દ્વારા નાના ગામડાઓમાં સ્ટ્રીટ લાઈટ મંજૂર કરાવે તેવી ગ્રામજનોની માંગણી છે.
ગામ પાસે શેત્રુંજી નદી હોવાથી ચોમાસાના ચાર મહિના ખેડૂતોને ઘરે બેસીને સમય પસાર કરવો પડે છે કારણ કે શેત્રુંજીનું નદીનું પાણી ખેતરોમાં આવી જાય છે એટલે એક પણ પ્રકારનો પાક લઈ શકતા નથી. સરકાર પુરતી ગ્રાન્ટ આપે તો અનેક સમસ્યાઓ હલ થઈ શકે તેમ દેપલા ગ્રામ પંચાયતના સરપંચ સરકાર પાસે અપેક્ષા રાખી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.