તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જેસરમાં લીંડકીયા વિસ્તારમાં ઉભરાતી ગટરથી રહીશો ત્રસ્ત

જેસર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરવાળા માર્ગ પરથી મંદિર, પોસ્ટ ઓફીસ જવાનું
  • સત્તાધીશો દ્વારા થોભો અને રાહ જુઓ જેવા જવાબોથી વેપારીઓ-રાહદારીઓ પરેશાન

જેસરમાં આવેલ લીંડકીયા વિસ્તારમાં છેલ્લા એક માસથી ઊભરાતી ગટરથી રાહદારીઓ તેમજ સ્થાનિક વેપારીઓ પરેશાન છે. આ મેઇન ગટર હોવાથી ગટરના પાણીનું વહેણ જેમ નદીનું વહેણ જતુ હોય તેમ વહે છે. જેસર ગ્રામ પંચાયતને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં થોભો અને રાહ જુઓ જેવા જવાબો આપવામાં આવે છે. પ્રિમોન્સુનની કામગીરી કરી તેવી કામગીરી લીંડકીયા વિસ્તારની ગટરની કામગીરી કરવામાં આવે અને કાયમી ઉકેલ લાવવામા આવે તેવી રાહદારીઓ દ્વારા માંગ છે.

અત્યારે ચાલી રહેલા શ્રાવણ માસમાં આ રોડ ઉપર આવેલ નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું હોય લોકો ગંદા પાણીમાંથી પસાર થઈ મંદિરે જાય છે તેમજ આ રોડ ઉપર પોસ્ટ ઓફિસ પણ આવેલી છે જેથી પોસ્ટ ઓફિસના ગ્રાહકો તેમજ પેન્શનરો તથા વૃધ્ધો આ ગંદા પાણીના પ્રવાહમાંથી પસાર થઇને જાય છે. વહેલીતકે સત્તાધીશો આ ગટરના પાણીનો કાયમી ઉકેલ લાવે તેવી રાહદારીઓ તેમજ ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...