પ્રેરણા:વોટ્સગ્રુપથી રૂ.46745 એકઠા કરી શાળાનાં શેડનું રિનોવેશન

જેસર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આપણું કોટામોઇ વોટ્સ એપ ગ્રુપનું કાર્ય, 4 વર્ષથી ગ્રુપમાં ગામના જ 250 થી વધારે યુવાનો જોડાયેલા છે

અત્યારના સમયમાં યુવાનો સોશિયલ મિડીયાના ઉપયોગને લઇને આંધળી દોટ મુકે છે ત્યારે સોશિયલ મિડીયાનો સદ્ઉપયોગ કેવી રીતે કરાય તે જેસર તાલુકાનાં કોટામોઇના યુવાનોએ બીજીવાર સિદ્ધ કરી બતાવ્યુ છે. બે મહિના અગાઉ આવેલા તાઉતે વાવાઝોડાએ ભયંકર તારાજી સજીઁ હતી જેમાં લોકોને ભારે નુકશાન થયુ હતુ.જેમા જેસર તાલુકાનાં કોટામોઇ ગામની પ્રાથમિક શાળામાં પણ ભારે નુકશાન થયેલ અને ગ્રાઉન્ડમા આવેલ પ્રાથઁનાસભા માટેનો શેડ જમીનદોસ્ત થઇ ગયો હતો.

જેના રિનોવેશન માટે કુલ રુપિયા 30000 જેટલી જરુર હતી.જેની જાણ શાળા પરિવાર દ્વારા કોટામોઇના યુવાનોને કરેલ ત્યારબાદ તેની તાકીદે નોંધ લઇ તે મેસેજને કોટામોઇના વોટ્સ એપ ગ્રુપ “ આપણું કોટામોઇ “માં મુકવામાં આવેલ.જેની ગંભીર નોંધ લઇ કોટામોઇના યુવાનોએ વોટ્સગ્રુપનાં માધ્યમથી ફક્ત બે દિવસમાં પોતાની શાળા પ્રત્યેની નૈતિક જવાબદારીને સમજી જેટલી જરુર હતી તેના કરતા પણ વધારે રુપિયા ભેગા કરીને કુલ રુપિયા 46745 (છેતાલીસ હજાર સાતસો પિસ્તાલીસ ) ભેગા કરીને શાળાનાં શેડના રિનોવેશન માટે આપીને એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

બે વર્ષ પૂર્વે પણ જરૂરિયાતમંદ પરિવારને સહાય કરાઇ હતી
આજથી બે વર્ષ અગાઉ પણ એક પરિવારમાં એક યુવાનનું દુખદ અવસાન થતાં તેમની ઉત્તરક્રિયા અને લીલ વિધી માટે આ ગ્રુપ દ્વારા તેમને રુ.23700 ની સહાય કરવામાં આવી હતી.” આપણું કોટામોઇ “વોટ્સ એપ ગ્રુપ છેલ્લા ચાર વષઁથી સક્રિય છે જેમા ગામનાં 250 થી વધારે યુવાનો,વડિલો ,શિક્ષકો ,પંચાયતના સભ્યો,ડોક્ટરો જોડાયેલા છે.ગ્રુપનો મુખ્ય હેતુ કોટામોઇ ગામની બહાર રહેતા ગામલોકો સુધી ગામનાં સમાચારો અને માહિતિ પહોચાડવાનો અને સાથે આવા સામાજિક કામો કરવાનો જુસ્સો પણ છે.આમ આ એક ઉમદા કાર્ય ગામ લોકો અને યુવાનો માટે પ્રેરણાદાયી સાબિત થશે.