અપુરતી સુવિધા:જેસરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોના અભાવે દર્દીઓને હેરાનગતિ

જેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્યાય }ત્રણની જગ્યાએ હાલમાં એક જ ડોક્ટરથી ગાડુ ગબડાવામાં આવે છે
  • તાલુકાની બે લાખની વસ્તીના 40 ગામોનો સમુહ પણ સુવિધા અપુરતી

બે લાખ ઉપરાંતની વસતિ ધરાવતા જેસર તાલુકા મથકે આરોગ્યલક્ષી સુવિધા હજુ અપુરતી જ છે.જેસરને તાલુકાનો દરજજો મળ્યાને લાંબો સમય થયો હોવા છતા પુરતી સુવિધા મળતી નથી.એસ.ટી.,રોડ,હોસ્પિટલ જેવી સુવિધા માટે જેસરની જનતાને હજુ કેટલી રાહ જોવી પડશે.

જેસર તાલુકાની બે લાખની વસ્તીના 40 ગામોના દર્દીઓ જેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા આવતા હોય સામુહિક આરોગ્ય કેન્દ્ર જેસરમાં હોસ્પિટલમાં 25 બેડની સુવિધા છે ત્રણ ડોક્ટરોની જરૂર છે પરંતુ હાલમાં એક જ ડોક્ટરથી ગાડુ ગબડાવામાં આવે છે.

આ અંગુની જાણકારી મેળવવા જેસર ગામના સરપંચના પ્રતિનિધિ બિંદુભાઈ સરવૈયા દ્વારા રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં દર્દીઓને પૂછતા દર્દીઓ દ્વારા જવાબ મળેલ કે જેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પણ ડોક્ટર હાજરમાં નથી એક ડોક્ટર હતા તે પણ ચાલ્યા ગયેલ છે, ઓપીડી રૂમને તાળુ લગાવેલ નજરે પડે છે આમ જેસર તાલુકાના ડોક્ટરો વિના દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે.

જેસર ગામના સરપંચના પ્રતિનિધિએ આરોગ્ય વિભાગમાં અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી છતાં પરિણામ શૂન્ય મળ્યુ. બીજું હોસ્પિટલમાં સફાઈનો અભાવ છે ગટરનું ગંદુ પાણી હોસ્પિટલના ક્વાર્ટર પાસેથી પસાર થાય છે તથા કચરો જ્યા ત્યાં પડ્યો રહે છે સફાઈ કરવાની ખાસ જરૂર છે. આ અંગે સરપંચે આરોગ્ય ખાતામાં લેખિત રજૂઆત પણ કરી હતી. વહેલી તકે જેસરની હોસ્પિટલમાં ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેમ જેસર તાલુકાની જનતાની માંગણી છે

ઇમરજન્સીના સમયે દર્દીઓની રઝળપાટ
ન કરે નારાયણ અચાનક કોઈ એકસીડન્ટ કે ઇમરજન્સી કેસ આવે તો જેસરથી મહુવા પાલીતાણા કે ગારીયાધાર ના છૂટકે જવાની ફરજ પડે છે, ત્રણ ડોકટરની જગ્યા હોવા છતાં ભાવનગરના આરોગ્ય ખાતામાં અધિકારીઓને જેસરમાં ડોક્ટરની જગ્યા પુરવાનું ધ્યાનમાં આવતું નથી. જેસર તાલુકાને અન્યાય થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...