ગામમાં એકતાનું ઉદાહરણ:જેસરના રાજપરામા દલીતના મૃત્યુમાં ક્ષત્રિય સમાજ જોડાયો

જેસર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં ભાઇચારા અને એકતાનું ઉદાહરણ
  • ક્ષત્રિયોએ સ્મશાન યાત્રામાં જોડાઇને દલિત સમાજ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી

જેસર તાલુકાના રાજપરા ગંગાસતિના ગામે દલિતનું અવસાન થતા ગામના ક્ષત્રિયોએ સ્મશાનયાત્રામાં જોડાવાની સાથે દલિત સમાજને ભોજન પણ પુરૂ પાડયું હતું અને ગામમાં ભાઇચારા અને એકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતુ઼. જેસર તાલુકાના રાજપરા ગંગાસતીના ગામે દલિત કાનજીભાઈ ચીથરભાઈનું તા.8-1-22 ના અવસાન થયેલ જેમાં મરનાર દલિત હોવા છતાં રાજપરા ગામના તમામ ક્ષત્રિય સમાજના લોકો સ્મશાનયાત્રામાં જોડાયા હતા તેમજ તેમને સાથ સહકાર આપ્યો હતો તેની અંતિમ યાત્રામાં આવેલ તમામ દલિત સમાજના લોકોને સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ ગામમાં અન્ય એક ભાઈચારા તેમજ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું જેમાં ગામમાં રોડ ઉપર એક પીરની દરગાહ આવેલ છે ત્યાં કોઈ મુસ્લિમોની વસ્તી નથી છતાં આ ગામમાં પીરની દરગાહમાં વ્યવસ્થિત સફાઈ પાણી તેમજ વૃક્ષોની સાર સંભાળ પણ ગ્રામજનો રાખે છે.હિન્દુ મુસ્લિમની એકતાનું ગામે ઉદાહરણ પુરૂ પાડયું હતુ઼.

અન્ય સમાચારો પણ છે...