અરજદારો પરેશાન:તાલુકા મથકોએ ઇન્ટરનેટના ધાંધીયા

જેસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જેસર,ગારિયાધાર,પાલિતાણા,મહુવા સહિત તાલુકા સેવા સદનમાં કનેકટીવીટના અભાવે કામકાજ થઇ શકતા નથી

ભાવનગર જિલ્લાના તાલુકા સેવાસદનમાં ઇન્ટરનેટની કામગીરીની બેદરકારી (ધાંધિયા) બાબતે સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા ભારત સંચાર નિગમ લિમિટેડ ભાવનગર (BSNL)ના ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જિલ્લાના જેસર, ગારિયાધાર, પાલીતાણા અને મહુવા અને બીજા તમામ તાલુકા સેવા સદનમાં GSWAN નેટવર્ક અવાર- નવાર બંધ થઇ જાય છે અને તેના લીધે સમગ્ર તાલુકાઓના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ભાવનગર જિલ્લાના જેસર, ગારિયાધાર, પાલીતાણા અને મહુવા અને બીજા તમામ તાલુકા સેવા સદનમાં સરકારી કામકાજના હેતુથી તાલુકાના ગામડાઓમાંથી લોકો આવે છે ત્યારે અવાર- નવાર તાલુકા સેવા સદનમાં નેટવર્કના હોવાના લીધે નેટવર્ક કનેક્ટિવિટીની સાથે સંકળાયેલ તમામ સરકારી કામકાજ બંધ થાય જાય છે એના લીધે લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરે છે એવામા સામાન્ય લોકોને વારંવાર સરકારી કામકાજ માટે ગામડામાંથી ધક્કા ધક્કા ખાવા પડે છે તેમજ પૈસા અને સમય પણ બગડે છે0

અવાર- નવાર તાલુકા સેવા સદનમાં ઇન્ટરનેટ સુવિધાઓ બંધ હોવાના લીધે જાહેર જનતાને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ સમસ્યાના નિવારણ માટે સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દ્વારા મામલતદાર જેસર અને BSNL અધિકારી ભાવનગરને રૂબરૂ લેખિત રજુઆત કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિવારણ નહિ આવે તો સીતારામ સેવા ગ્રુપ રાણીગામ અને બીજા તાલુકામાં લાગુ પડતા તમામ જાહેર જનતા સાથે મળીને આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...