હુમલા:જેસર તાલુકાના ચીરોડા ગામે સાવજોની ભારે રંજાડ

જેસર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાય પર ગંભીર હુમલો,બે બકરાના મારણના બનાવોથી પશુપાલકોમાં ભય

જેસર તાલુકાના ચીરોડા ગામે ત્રણ દિવસથી સાવજોની હેરાનગતિથી વાડીએ જતા લોકો તેમજ વાડી માલિકો અને ઘેટા બકરા ચરાવતા લોકોમાં ભય ફેલાયો છે.ચીરોડાની સીમમાં બે દિવસ પહેલા ઝીણકુભા બળવંતસિંહ સરવૈયાની પોતાના માલિકીની દૂધણી ગાયને સાવજોએ હુમલો કરી ગળાના ભાગે તેમજ પાછળના બરડાના ભાગે ઇજાઓ પહોંચાડી સાવજ ભાગી ગયો હતો.

આ ઇજાઓ થયેલ ગાયને વેનેટરી ડોક્ટરને બતાવતા આ ગાયને હવે બચાવી મુશ્કેલ હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ બીજા બનાવમાં બીજા દિવસે બપોરના સમયે ધોળા દિવસે નરેશભાઈ દેવીપુજક પોતાના બકરા ચરાવતા હતા ત્યારે અચાનક આવી ચડેલા સાવજે 2 બકરાઓનું મારણ કરી સાવજ ભાગી ગયો હતો આમ અવાર નવાર દીપડાઓ તેમજ સાવજો ધોળા દિવસે ખેડૂતોના કીમતી માલઢોરનું મારણ કરી ભાગી જાય છે વહેલીતકે ફોરેસ્ટ વિભાગ દ્વારા ચીરોડા ગામે પાંજરું મુકી સાવજને પકડી બીડ વિસ્તારમાં મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગણીઓ છે.

અન્ય સમાચારો પણ છે...