રજુઆત:તાલુકો બન્યા બાદ પણ STની સુવિધામાં જેસર તાલુકાને અન્યાય

જેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિદ્યાર્થીઓને પાસ કઢાવવા 40 કિ.મી દુર જવાનુ
  • બંધ થયેલી બસો અને કેટલાક રૂટ પર નવી બસો શરૂ કરવા નિયામકને રજુઆત

તાલુકા મથક જેસરમાં એસ ટી ની અપુરતી સુવિધા બાબતે જેસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એસટીના વિભાગીય નિયામકને રજુઆત કરવામાં આવી છે જેમાં બંધ થયેલ બસો તેમજ નવી બસો શરૂ કરવા માંગ કરાઇ છે. જેસર તાલુકા મથક છે.

તાલુકો જાહેર થયાને 9 વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતા જેસર ગામને એસટી બસોની પુરતી સુવિધા મળતી નથી તેમજ એસટી પોઇન્ટ પણ ફાળવવામાં આવેલ નથી.એસટીનો પોઇન્ટ ન હોવાને કારણે જેસર તાલુકાના સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ તાલુકા મથકે આવતા આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓને એસટી બસના પાસ કઢાવવા માટે જેસર તાલુકા મથકથી દુર 40 કિ.મિ.દુર પાલિતાણા,મહુવા,સાવરકુંડલા જવું પડે છે.

જેસર તાલુકના 40 જેટલા ગામના લોકો વ્યવસાય ધંધા માટે અમદાવાદ,સુરત,મુંબઇ સ્થાયી થયેલા છે જે લોકોને વતનમાં આવવા જવા નવી બસ શરૂ કરવાની પણ જરૂર છે. જેસરથી સુરત, જામનગર, રાજકોટ જવા માટે એક પણ બસ કોઇ ડેપોની આવતી નથી.જેસરથી ભાવનગર જવા માટે ફકત સવારે 2 અને સાંજે 2 બસ મળે છે.

અન્ય સમાચારો પણ છે...