તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ સંશોધન:વાવેતરથી લઇ પાક ઉતારી શકે તેવો રોબોટ બનાવ્યો

જેસર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેસરના વતની અને હાલ રાજકોટમાં આત્મીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા
  • {ચાર વિદ્યાર્થીઓએ એક વર્ષની જહેમત બાદ બનાવ્યો ઈ-ફાર્મિંગ રોબોટ

કોરોના બાદ ખેતીકામમાં મજૂરો મળતા નથી જેને કારણે ખેતીકામમાં મુશ્કેલી પડી રહી છે ત્યારે રાજકોટમાં ઇલેક્ટ્રોનિક અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા આત્મીય યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓએ રોબોટ બનાવ્યો છે. જેને ઈ–ફાર્મિંગ રોબોટ એવું નામ આપ્યું છે. આ રોબોટ માણસની મદદ વિના બિયારણ વાવેતરથી લઇને પાક ઉતારવા સહિતની તમામ કામગીરી કરી શકશે. એક વર્ષની જહેમત બાદ આ રોબોટ બનાવ્યો છે.

રોબોટ બનાવનાર વિદ્યાર્થી રાહુલ યાદવે જણાવ્યું હતું કે, તે ભાવનગર જિલ્લાના જેસર ગામનો વતની છે અને હાલ રાજકોટમાં રહીને આત્મીય યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. રાહુલ યાદવે જણાવ્યું કે તેના પિતા સાથે વાડી વિસ્તારમાં જતો અને ત્યાંના ખેડૂતોને પરેશાન જોતો.ખેડૂતોને થતી હેરાનગતિ જોઇને તેને આ પ્રકારનો રોબોટ બનાવવાનો વિચાર આવ્યો છે.

આ રોબોટ અંગે વધુ માહિતી આપતા રાહુલ યાદવ જણાવે છે કે, કોરોના બાદ તે પિતાની સાથે વાડી વિસ્તારમાં ગયો હતો. જ્યાં મજૂરો નહીં હોવાથી ખેડૂતોને ખેતીકામમાં હેરાનગતિનો સામનો કરતા જોયા.જેના પરથી તેને અને તેના 3 મિત્રો અંકિત ચુડાસમા, સાક્ષી મલકાણ, કૃપાલી વાઘેલાને વિચાર આવ્યો કે મજૂરની મદદ વિના ખેતીકામ થઇ શકે તે પ્રકારનો પ્રોજેકટ બનાવવો જોઇએ અને તેને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા સેમેસ્ટરમાં આ પ્રોજેકટ બનાવ્યો.

ખેડૂત ઘરેબેઠા રોબોટ ઓપરેટ કરી શકશે
આ રોબોટ google સાથે કનેક્ટેડ કર્યુ છે અને એક મોબાઈલ એપ્લિકેશન પણ બનાવી છે જેને કારણે ખેડૂત ઘરેબેઠા આ રોબોટ ઓપરેટ કરી શકશે. આ રોબોટમાં કુલ બે સ્વિચ રાખવામાં આવી છે જે ઓપરેટ કરવાથી જમીન ખેડવી, વાવેતર અને દવા છંટકાવ વગેરે જાતે થઇ શકશે અને એક કેમેરો રાખ્યો છે.જેમાં રાશબરી પાઈનો ઉપયોગ કર્યો છે.જેની મદદથી રોબોટને પાક પાકી ગયાનો કમાન્ડ મળશે. અને તે જાતે પાક ઉતારીને પોતાની બાસ્કેટમાં મુકી દેશે.

અન્ય સમાચારો પણ છે...