ચાલકો ત્રસ્ત:જેસરમાં બાયપાસ રોડનું કામ શરૂ કરાયા પછીથી બંધ

જેસરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક માસથી કામ બંધ હોવાથી વાહન ચાલકો ત્રસ્ત
  • અધુરા કામથી એસ ટી બસોને બાયપાસ ફરીને બસ સ્ટેશનમાં અંદર આવવું પડે છે

જેસર ગામમાં બસ સ્ટેશનથી સાવરકુંડલા તરફ ગાયના ગોદરાવાળો રોડ તેમજ બસ સ્ટેશનથી લીંડકીયા તરફનો રોડ બંને રોડ મંજુર થઇ ગયા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામનું મુહૂર્ત કરી અધૂરો મૂકી એક માસથી ચાલ્યા ગયા છે આ ગાયના ગોદરાવાળા રોડ ઉપર લેવલીંગ કરી કપચીનું કામ અધૂરું મૂકી દેવાથી વાહનચાલકો ત્રાસી ગયા છે. આ અધુરા કામથી એસ ટી બસોને બાયપાસ ફરીને પાલીતાણા ચોકડીથી બસ સ્ટેશનમાં અંદર આવવું પડે છે તેમજ લીંડકીયાવાળા રોડનું કામકાજ હજુ શરૂ કર્યું પણ નથી.

ચોમાસાના વરસાદથી આ બંને રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે ટુ વ્હીલરને પણ ચલાવવામા મુશ્કેલી પડે છે વહેલીતકે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે આ ઉપરાંત જેસર ગામમાં શેરી રસ્તાઓ હજુ બ્લોકથી વંચિત છે ગટરનું કામ હજુ બાકી છે. વહેલીતકે પડતર કામો પૂરા કરે તેવી ગ્રામજનોની માંગણીઓ છે.

અન્ય સમાચારો પણ છે...