ક્યાંથી સુધરે શિક્ષણની ગુણવત્તા ?:ચોક ગામે પ્રા. શિક્ષક 6 માસથી ભણાવવા જતા જ નથી

જેસર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના આચાર્યએ નોટિસ આપી સંતોષ માની લીધો
  • ​​​​​​​શિક્ષક સામે ઉચિત પગલા નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા રાહે લડતની ચીમકી

જેસર તાલુકાની ચોક ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા થતી નબળી કામગીરીનું મૂલ્યાંકન કરી જવાબદાર શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી ચોક ગ્રામજનોની માંગણી છે. ચોક કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ખોડાભાઈ જોગદીયા કે જેઓ છેલ્લા 6 એક મહિનાથી શાળામાં પિરિયડ લેવા (ભણાવવા) જતા નથી અને તેને આ બાબતે પૂછતા તેઓ જણાવે છે કે મારે કોઈ પિરિયડ લેવા જવાના નથી અને તેવી વાત મારે મારા પરિચયના અમારા ઉચ્ચ અધિકારી સાથે વાત થઈ ગઈ છે.

તેઓ શાળાએ પોતાના ટાઈમથી આવે છે અને પોતાના ટાઈમથી તે જતા રહે છે કૂમળા બાળકોના શૈક્ષણિક ભવિષ્યની તેઓને કોઈ ચિંતા નથી. આ બાબતે શાળાના આચાર્ય ભરતભાઈ ઠાકોરને પૂછતા તેમણે કહેલ કે મેં ભરતભાઈ જોગડીયાને નોટિસ આપેલ છે. આ રીતે શાળાના આચાર્ય પણ માત્ર નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી છટકતા હોય તેવું લાગે છે આ રીતે જ્યારે એક શિક્ષક છેલ્લા છ મહિનાથી શાળામાં ભણાવવા જતા નથી . જ્યારે આ બાબતે અગાઉ પણ અરજી આપી તેમજ મૌખિક રીતે તાલુકા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છે પણ જેસર તાલુકા શિક્ષણ અધિકારીએ પણ હાથ ઊંચા કરી લીધા છે.

તેવી રીતે પોતાની રીતે મનસ્વી જવાબો આપી સંતોષ માને છે. ભાવનગર DPEO ને આ ગંભીર બાબતે વાત કરતા આ વાત મારા ધ્યાનમાં આવેલ નથી જોઈ લેશુ અને તપાસ કરાવીશ તેવા જવાબોથી સંતોષ માનવો પડે છે. વાર્ષિક ગુણોત્સવમા 2.0માં ચોક કેન્દ્રવર્તી શાળા રેડ ઝોનમાં આવેલ છે. બેજવાબદાર શિક્ષકો વિરુદ્ધ તપાસ કરી તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં ગ્રામજનોને ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જે બાબતે નોંધ લઇ તાત્કાલિક પગલાં ભરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...