માંગણી:પાલિતાણા ડેપોની જેસર રૂટ પર ચાલતી બસો ભંગાર હાલતમાં

જેસર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા મથક જેસરમાં નથી એસટી ડેપો કે નથી પોઇન્ટ
  • કિલોમીટર પુરા થયેલી બસોને ચલાવાતા વારંવાર બંધ પડતા મુસાફરો રઝળી પડે છે

પાલીતાણા ડેપોની જેસર રૂટ પર ચાલતી બસો કિલોમીટર પૂરી થયેલી બસો મુકવામાં આવે છે પાલીતાણા તુલસીશ્યામ બસમાં સારી આવક આવે છે છતાં આ રોડ પર જૂની અને કિલોમીટર પૂરા થઈ ગયેલી બસ મૂકવામાં આવતી હોય અવારનવાર બસ બ્રેક ડાઉન થાય છે મુસાફરો રઝળી પડે છે બીજી એક પણ બસ આ રૂટ ઉપર ચાલતી નથી જેથી મુસાફરોના પૈસા અને સમય બંને બગડે છે.

સવારે 6 કલાકે પાલીતાણા થી જેસર ભાવનગર બસ પણ જૂના કિલોમીટર પૂરા થઈ ગયેલી મુકાય છે આ બસ જેસર થી ભાવનગર જતી હોય તે બસમાં ટ્રાફિક બે બસનુ થતું હોય વારંવાર આ બસને પાલીતાણા થી બદલવી પડે છે જેથી મુસાફરો સમયે ભાવનગર પહોંચી શકતા નથી આ બંને બસોની આવક સારી હોય સારી કન્ડિશનની ગાડી મુકવા મુસાફરોની માંગણી છે.

આ ઉપરાંત પાલિતાણાથી ભાવનગર થી પાલીતાણા 1:30 વાગે ઉપડતી બસને જેસર સુધી લંબાવવાની ખાસ જરૂર છે કારણકે 7 પછી ભાવનગર થી જેસર સુધીની એક પણ બસ નથી 2.30 વાગ્યા પાલીતાણા ડેપોની બસ ભાવનગર જેસર દેપલા ચાલતી હતી પરંતુ બંધ કરી દેવાતા જેસર ગામની સગવડ જુટવાઇ ગઈ છે. સાંજે 6 પછી ભાવનગર જવા એક પણ બસ મળતી નથી અવારનવાર બસો બંધ થઈ જતા મુસાફરોને હેરાનગતિ વેઠવી પડે છે.

જેસર તાલુકા મથક હોય ભાવનગરથી જેસર લોકો હોસ્પિટલે તેમજ વેપારીઓ ખરીદી માટે અને અપડાઉન કરતા કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે જેસર તાલુકાના ગામોની માંગ છે કે જેસરમાં એસ.ટી.નો નથી ડેપો કે નથી પોઇન્ટ જેથી વિદ્યાર્થીઓ પાસ કઢાવવા માટે પાલીતાણા તથા સાવરકુંડલા અથવા ગારીયાધાર જવું પડે છે આ અંગે જેસરના સરપંચ દ્વારા છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...