જેસર તાલુકાના માતલપર ગામે ઘણા દિવસોથી વન્યપ્રાણી દીપડાની રંજાડ હોય જેથી માતલપર ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી પાંજરું મુકી દીપડાને પકડવાની માંગ કરી હતી આખરે વનવિભાગની જહેમત બાદ દીપડો પાંજરે પુરાણો છે.
આ દીપડો માતલપર ગામની પ્રાથમિક શાળા આજુબાજુ આંટાફેરા મારતો હોય જેથી વિદ્યાર્થીઓ તેમજ ખેતરે જતા ખેડૂતોને ડર રહેતો હતો તેમજ ચાર-પાંચ દિવસથી આંટાફેરા મારતા દીપડાએ નાના-મોટા મારણો પણ કરી નાખેલ જેથી માતલપર ગામના સરપંચ ભરતભાઈ ભીખુભાઈ ભાલીયા દ્વારા ફોરેસ્ટ વિભાગમાં રજૂઆત કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું હતું જેથી આજે વહેલી સવારે પાંચ કલાકે ગામના પાદરમાંથી દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાને જોવા ગ્રામજનો પણ એકઠા થયા હતા આમ માતલપર ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો તેમજ આ દીપડાને રાણીગાળા એનીમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.|
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.