સમયસર સારવાર:15 પ્લાસ્ટર અને બુટ પહેરવાથી બાળકના વાંકા પગ સીધા થઇ ગયા

જેસર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકને વિકલાંગ બનતો અટકાવાયો

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત વાંકા પગવાળા બાળકને સમયસર સારવાર મળતા બાળકને કાયમ માટે વિકલાંગ બનતા બચાવી લેવાયુ હતું. જેસર તાલુકાના ટોળ ગામના આપાભાઈ ગોખરુના પુત્ર રાજવીરની RBSK ડો. કિરણ કામળિયા દ્વારા HBNC તપાસ દરમિયાન જન્મજાત વાંકા પગની તકલીફ જોવા મળેલ માતા-પિતાને આ તકલીફથી વાકેફ કરેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે માહિતી આપી વધુ સારવાર માટે સંદર્ભ કાર્ડ તેમજ દરખાસ્ત ભરીને સર ટી હોસ્પિટલ ભાવનગર ખાતે રીફર કરેલ બાદમાં સર ટી હોસ્પિટલમાં બાળકને 15 પ્લાસ્ટર કરવામાં આવ્યા ત્યારબાદ તેને SHOES WITH BRACES પહેરવા માટે સમજાવવામાં આવેલ હાલમાં બાળકની સ્થિતિ ખૂબ સારી છે અને પ્લાસ્ટર અને બુટ પહેરવાને કારણે બાળકના વાંકા પગ સીધા થઇ ગયા છે.

બાળક પોતાની જાતે ઉભો રહી શકે છે અને ચાલી પણ શકે છે પોતાના બાળકને વિકલાંગ થતાં બચાવ્યું હોય માતા-પિતાએ તાલુકા હેલ્થ સ્ટાફનો ખુબ આભાર માનેલ. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ગંભીર રોગો જેવા કે હૃદયરોગ બધિરતા જન્મજાત મોતિયો વાંકાપગ કલેફટ લીય અને પેલેટ જેવા રોગો શોધીને તેની વિનામૂલ્યે સારવાર થાય છે આ કાર્યક્રમમાં 0થી 18 વર્ષના શાળા અને આંગણવાડીના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...