તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિંતાની લાગણી:જેસર તાલુકાના જુનાપા ગામે 1 સિંહણ અને ત્રણ બચ્ચા દ્વારા અડધી રાત્રે ગાયનું મારણ

જેસરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જેસર તાલુકાના જુના પા ગામ માં એક સિંહણ અને ત્રણ બચ્ચા દ્વારા ગાયનું મારણ કરવામાં આવ્યું હતું. જેસર તાલુકાના જુના પા ગામે ગઈ મોડીરાત્રે શિવરાજસિંહ હઠુભા સરવૈયા ની વાડીમાં બાંધેલા માલ ઢોર ને ખાવા માટે સિંહણ વાડીમાં પ્રવેશી હતી અને એક ગાયનું મારણ કર્યું હતું. જેસર અને મહુવા નાં વિસ્તારોમાં વારંવાર માલ ઢોરનાં મારણ ની ઘટનાઓ બનતી રહેતી હોવાથી લોકોમાં હવે આ કાયમી ક્રમ ન બની જાય તેવી ચિંતાની લાગણી જન્મી છે. આ વિસ્તારમાં એક સિંહણ પોતાના ત્રણ બચ્ચાઓ સાથે અવર જવર કરતી જોવા મળે છે.

ગઇકાલે રાત્રે ત્રણ વાગે સિંહણ ગાયનું મારણ કરીને જતી રહી હતી. વાડીના માલિક દ્વારા સવારે વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને તેમણે આવીને આગળની કાર્યવાહી કરી હતી. વારંવાર વન્ય પ્રાણીઓની રંજાડથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ગ્રામના લોકો અને ખેડૂતો દ્વારા વન્ય પ્રાણીઓ થી રક્ષણ મળે તે માટે વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરી યોગ્ય સ્થળે મૂકવામાં આવે તેવી માગણી કરી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વખતથી સિંહ, દિપડા જેવા રાની પશુઓ દ્વારા અબોલ પ્રાણીઓ પર હુમલાના બનાવો વધતા જાય છે. આથી માલધારીઓને વાડીઓમાં રહેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સતત રહે છે.

કિસાન સુર્યોદય યોજનામાં જેસરનો સમાવેશ જરૂરી
તાજેતરમાં કિસાન સુર્યોદય યોજના હેઠળ ભાવનગર નાં 115 ગામોને વીજ પુરવઠો દિવસે મળે તેવું વ્યવસ્થા કરવામાં આવી છે. હજી સુધી જેસર નાં ગામડાઓનો કિસાન સુર્યોદય યોજના માં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેસર તાલુકામાં ખેડૂતોને રાત્રે લાઈટ આવતી હોય ખેડૂતોનો અને વન્ય પ્રાણીઓને અવારનવાર ભેટો પણ થઈ જાય છે જેથી જેસર નાં ગામડાઓમાં પણ નિશ્ચિંત થઈને કિસાનો રહી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો