માંગણી:એક ગામ,એક તલાટી મંત્રી સૂત્ર સાર્થક કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ઘોઘાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલવા બાબતે મુખ્યમંત્રી કચેરીમાં ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મહેસૂલી તલાટી જે પ્રમાણે જે પગાર ધોરણમાં બઢતી મેળવે છે તે જ પ્રમાણે પંચાયત તલાટીનો પગાર ધોરણ અને બઢતીનો લાભ આપવામાં આવે તેવી માંગણી છે.

ઉપરાંત જેવી રીતે વિદ્યાસહાયકોની નોકરી સળંગ ગણવામાં આવી તે રીતે 2004ની તલાટી કમ મંત્રીની ભરતી પણ સળંગ ગણવામા આવે,તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી, સહકાર, આંકડા અને ગ્રામ વિકાસમાં બઢતી આપવામાં આવે, વિવિધ ઉપકરણોથી હાજરી પુરવાનો નિર્ણય રદ કરવામાં આવે,આંતર જિલ્લા ફેરબદલી,જોબ ચાર્ટ સિવાયની કામગીરીઓ,ફરજ મોકુફ,ફરજ પર વધતા જતા હુમલાઓ અંગે સ્પષ્ટ નિતી ઘડવા અને એક ગામ એક તલાટી મંત્રી સૂત્ર સાર્થક થાય એવી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...